Site icon News Continuous Bureau | Mumbai

US Blockade on Iranian Ports: ટ્રમ્પનો પ્લાન: ઈરાનના આ 4 વ્યૂહાત્મક સ્થળો પર અમેરિકા કરશે નાકાબંધી, યુદ્ધના જોખમ વચ્ચે મોટું પગલું.

પાકિસ્તાનમાં વાટાઘાટો નિષ્ફળ જતાં ટ્રમ્પનું આક્રમક વલણ; ઈરાનની અર્થવ્યવસ્થાની લાઈફલાઈન સમાન હોર્મુઝ સામુદ્રધૂનીને અમેરિકા પોતે જ કરશે જામ, તેલના ભાવ $100 ને પાર.

Will Trump announce an end to the Iran war? US President to address the nation on April 2; China-Pakistan propose peace plan.

Will Trump announce an end to the Iran war? US President to address the nation on April 2; China-Pakistan propose peace plan.

News Continuous Bureau | Mumbai

US Blockade on Iranian Ports અમેરિકા અને ઈરાન વચ્ચેનો ગજગ્રાહ હવે નિર્ણાયક તબક્કે પહોંચ્યો છે. પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં ‘શાંતિ વાટાઘાટો’ નિષ્ફળ ગયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે સીધી ધમકી આપી છે કે હવે અમેરિકા પોતે જ હોર્મુઝની સામુદ્રધૂની ને બંધ કરશે. જે રસ્તાને ખુલ્લો રાખવા માટે અત્યાર સુધી વોશિંગ્ટન દબાણ કરતું હતું, હવે તે જ રસ્તાને જામ કરીને ઈરાનની કમર તોડવાની તૈયારી થઈ રહી છે.આ નિર્ણયથી માત્ર ઈરાન જ નહીં પણ સમગ્ર વિશ્વના તેલ અને ગેસના બજારમાં મોટો ઉછાળો આવવાની આશંકા છે. ઈરાન આ રસ્તેથી જે તેલની નિકાસ કરીને ફંડ મેળવે છે, તે ફંડને અટકાવવા માટે ટ્રમ્પે આ વ્યૂહરચના અપનાવી છે.

Join Our WhatsApp Channel

ઈરાનના આ 4 મુખ્ય બંદરો પર લાગશે તાળા

જો અમેરિકી નૌકાદળ દરિયાઈ નાકાબંધી શરૂ કરશે, તો ઈરાનના અર્થતંત્રના ચાર સૌથી મહત્વના ‘ચોક પોઈન્ટ્સ’ પ્રભાવિત થશે:
૧. ખાર્ગ (ખાર્ક) આઈલેન્ડ: ઈરાનનું મુખ્ય તેલ નિકાસ ટર્મિનલ.
૨. જાસ્ક ટર્મિનલ: તેલના પરિવહન માટે વ્યૂહાત્મક સ્થળ.
૩. બંદર અબ્બાસ: ઈરાનનું સૌથી મોટું અને મહત્વનું વ્યાપારી બંદર.
૪. બંદર ખુમૈની: મોટા પાયે માલસામાનની અવરજવર ધરાવતું બંદર.
આ વિસ્તારોમાંથી જહાજોની અવરજવર બંધ થતાં ઈરાનની કમાણી પર સીધું જ તાળું લાગી શકે છે.

વૈશ્વિક તેલ બજારમાં હાહાકારની ભીતિ

અમેરિકા અત્યાર સુધી તેલના ભાવ કાબૂમાં રાખવા માટે ઈરાની ટેન્કરોને છૂટ આપી રહ્યું હતું, પરંતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે.કાચું તેલ ફરીથી $૧૦૦ પ્રતિ બેરલ ને પાર પહોંચી ગયું છે. ઈરાન માર્ચ સુધી દરરોજ ૧૮ લાખ બેરલ ક્રૂડ નિકાસ કરી રહ્યું હતું, જે હવે અટકી શકે છે. જો ૧૪૦ મિલિયન બેરલ તેલ માર્કેટમાંથી ગાયબ થાય, તો વૈશ્વિક માંગ પર તેની ગંભીર અસર પડશે, જે દોઢ દિવસની વિશ્વની કુલ માંગ બરાબર છે.

આ સમાચાર પણ વાંચો : Iran Representative in India Statement: હોર્મુઝ ખોલવા ઈરાન તૈયાર! ભારતમાં પ્રતિનિધિએ જણાવી ખાસ શરત; જાણો શું છે ઈરાનની માંગ

ઈરાનનો ‘રિશ્વત’ (લાંચ) નો ખેલ અને ટ્રમ્પનો વળતો પ્રહાર

ઈરાને યુદ્ધ દરમિયાન હોર્મુઝમાંથી પસાર થવા દેવા માટે કેટલાક ટેન્કરો પાસેથી ૨૦ લાખ ડોલર (અંદાજે ૧૮ કરોડ રૂપિયા) પ્રતિ જહાજ જેટલો શુલ્ક વસૂલવાનું શરૂ કર્યું હતું.મીડિયા રિપોર્ટ મુજબ, ઈરાન આ નાણાંનો ઉપયોગ તેની સૈન્ય પ્રવૃત્તિઓ માટે કરી રહ્યું છે. ટ્રમ્પ હવે આ આવકને સંપૂર્ણપણે બંધ કરવા માંગે છે. જો હોર્મુઝ સંપૂર્ણપણે બંધ થશે, તો યુએઈ અને ઓમાનના તેલના પરિવહનમાં પણ મુશ્કેલી ઉભી થશે.

Singapore Metro Rules મેટ્રોમાં પાણી પીવા કે ખાવા પર ₹૩૭,૦૦૦ સુધીનો ભારે દંડ, કડક નિયમોની વિશ્વભરમાં ચર્ચા
Bharuch Jama Masjid Controversy મસ્જિદ કે પ્રાચીન જૈન તીર્થ? ભરૂચમાં ભોંયરાની પ્રતિમાઓ બાદ નવો વિવાદ તંત્રે ૭ સદી બાદ લીધો આકરો નિર્ણય…
Gujarat Desertification Crisis ગુજરાત ધીમે ધીમે રણ બની રહ્યું છે? ૧ કરોડ હેક્ટરથી વધુ જમીન બંજર દેશના ટોપ૩ રાજ્યોમાં સામેલ!
Rahul Gandhi SC Petition Defects મોટા વકીલોની ફોજ છતાં આ કેવો છબરડો? રાહુલ ગાંધીની અરજીમાં ૧૪ ખામીઓ; વિપક્ષ સવાલોના ઘેરામાં
Exit mobile version