US Citizenship Fees Hike Proposal Trump Government ગ્રીન કાર્ડ અને નાગરિકતા મેળવવી હવે લોઢાના ચણા ચાવવા જેવી! ટ્રમ્પના નવા પ્રસ્તાવથી ભારતીયો મુશ્કેલીમાં

US Citizenship Fees Hike Proposal Trump Government હોમલેન્ડ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટે ફીમાં ૭૫ થી ૮૦ ટકા વધારાની કરી ભલામણ; ભારતીયો પર પડશે સીધી અસર

by kalpana Verat
US Citizenship Fees Hike Proposal Trump Government  ગ્રીન કાર્ડ અને નાગરિકતા મેળવવી હવે લોઢાના ચણા ચાવવા જેવી! ટ્રમ્પના નવા પ્રસ્તાવથી ભારતીયો મુશ્કેલીમાં

 

News Continuous Bureau | Mumbai

US Citizenship Fees Hike Proposal Trump Government અમેરિકામાં રહીને ત્યાંની નાગરિકતા (US Citizenship) મેળવવાનું સપનું જોઈ રહેલા લાખો ભારતીયો (NRIs) માટે એક ખૂબ જ ચિંતાજનક અને મોટો આંચકો આપનારા સમાચાર આવ્યા છે. અમેરિકાના હોમલેન્ડ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટ (DHS) દ્વારા નાગરિકતા મેળવવાની પ્રક્રિયાની ફીમાં તોતિંગ વધારો કરવાનો એક નવો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવમાં ફી માફી અને ઓછી ફી વાળા તમામ વિકલ્પોને નાબૂદ કરવાની વાત કહેવામાં આવી છે, જેના લીધે હવે નેચુરાલાઈઝેશન (Naturalization) દ્વારા યુએસ સિટિઝનશિપ મેળવવી ઘણી ખર્ચાળ બની જશે.

US Citizenship Fees Hike Proposal Trump Government – ફોર્મ N-400 ની ફીમાં થશે આશરે ૮૦ ટકા જેટલો જંગી વધારો

આ નવા પ્રસ્તાવ અંતર્ગત ફોર્મ એન-૪૦૦ (Form N-400) ની ફીમાં મોટો વધારો કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ એ જ સત્તાવાર ફોર્મ છે જેનો ઉપયોગ ગ્રીન કાર્ડ ધારકો અમેરિકાની નાગરિકતા મેળવવા માટે કરે છે. હાલના નિયમ મુજબ જો કોઈ વ્યક્તિ પેપર (ઓફલાઈન) દ્વારા અરજી કરે છે તો તેની ફી ૭૬૦ ડોલર છે, જેને વધારીને સીધી ૧,૩૩૦ ડોલર કરવાનો પ્રસ્તાવ છે. જ્યારે ઓનલાઈન અરજી કરવા પર ફી ૭૧૦ ડોલરથી વધારીને ૧,૨૮૦ ડોલર કરવામાં આવી શકે છે. એટલે કે ફીમાં સીધો ૭૫ થી ૮૦ ટકાનો તોતિંગ વધારો ઝીંકવાની તૈયારી ચાલી રહી છે.

US Citizenship Fees Hike Proposal Trump Government – નાગરિકતા મેળવવામાં ભારતીયો સમગ્ર વિશ્વમાં બીજા ક્રમે

અહેવાલ અનુસાર, આ નિર્ણયની સૌથી માઠી અસર ભારતીય સમુદાય પર પડશે. વર્ષ ૨૦૨૪ ના સત્તાવાર આંકડા મુજબ, અમેરિકાની નાગરિકતા મેળવનારા લોકોમાં ૬ ટકા હિસ્સા સાથે ભારતીયો બીજા ક્રમે હતા, જ્યારે મેક્સિકો ૧૩ ટકા સાથે પ્રથમ ક્રમે રહ્યું હતું. છેલ્લા પાંચ વર્ષના ગાળામાં આશરે ૩.૭ લાખ ભારતીયોએ નેચુરાલાઈઝેશન પ્રક્રિયા દ્વારા અમેરિકાની સત્તાવાર નાગરિકતા હાસિલ કરી છે. આ ઉપરાંત, જો કોઈની નાગરિકતાની અરજી ફગાવી દેવામાં આવે અને તેઓ તેની પુનઃતપાસ ઈચ્છતા હોય, તો તેના માટે વપરાતા ફોર્મ એન-૩૩૬ (Form N-336) ની ફી પણ વધારવાનો પ્રસ્તાવ મુકાયો છે.

US Citizenship Fees Hike Proposal Trump Government – મર્યાદિત આવક ધરાવતા મધ્યમવર્ગીય પરિવારો માટે યુએસ નાગરિકતા મેળવવી મુશ્કેલ બનશે

અમેરિકાના ઇમિગ્રેશન એક્સપર્ટ્સનું માનવું છે કે આ પ્રસ્તાવ લાગુ થવાથી ઓછી કે મર્યાદિત આવક ધરાવતા લોકો માટે નાગરિકતા મેળવવી અત્યંત મુશ્કેલ બની જશે. ડીએચએસ (DHS) ના પૂર્વ અધિકારી એડમ ક્લેને આ અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું છે કે, આ એક ઘણો મોટો ફેરફાર છે અને ફીમાં આટલા મોટા વધારાને કારણે નાગરિકતા માત્ર અમીર લોકો માટેની જ એક સુવિધા બનીને રહી જશે. બીજી તરફ, હોમલેન્ડ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટે પોતાના બચાવમાં તર્ક આપ્યો છે કે હાલની ફીના માધ્યમથી આવેલી અરજીઓ પર થતો વહીવટી અને ટેકનિકલ ખર્ચ પૂરો થઈ શકતો નથી, તેથી સમય-સમય પર થતી ફી સમીક્ષાના ભાગરૂપે આ ફેરફાર કરવો જરૂરી બન્યો છે.

👉 આ સમાચાર વાચો:
Today’s Horoscope : આજનો દિવસ:૨૫ જૂન ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More