News Continuous Bureau | Mumbai.
છેલ્લા બે વર્ષથી દુનિયાભરમાં કોરોના(Covid19) દુનિયાભરમાં હાહાકાર મચાવી રહ્યો છે. તેના નવા નવા વેરિએન્ટથી (new variant) લોકો ત્રાહિમામ થયા છે. ત્યારે હવે એક નવા વાયરસે દુનિયાભરના લોકોની ચિંતા વધારી છે. બ્રિટન(Britain) બાદ અમેરિકામાં(USA) પણ તેનો કેસ નોંધાતા ફફડાટ જાેવા મળ્યો છે. અમેરિકાના મેસાચુસેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક હેલ્થે(Massachusetts Department of Public Health) બુધવારે એક વ્યક્તિમાં આ વાયરસના સંક્રમણની પુષ્ટિ કરી છે.
મંકીપોક્સથી(Monkeypox) સંક્રમિત વ્યક્તિ હાલમાં જ કેનેડાના પ્રવાસથી આવ્યો હતો. મેસાચુસેટ્સ વિભાગે બહાર પાડેલી એક પ્રેસ રિલીઝમાં જણાવવામાં આવ્યું છે કે સંક્રમિત વ્યક્તિની પ્રાથમિક તપાસ જમૈકાની(Jamaican) એક લેબમાં કરવામાં આવી જ્યારે વાયરસ પુષ્ટિ યુએસ સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનમાં(US Center for Disease Control and Prevention) થઈ. હાલ સીડીસી સ્થાનિક હેલ્થ બોર્ડ્સ(Health boards) સાથે મળીને વ્યક્તિ જેના સંપર્કમાં આવ્યો હતો તેવા લોકોની ઓળખ કરી રહ્યું છે. જોકે પ્રેસ રિલીઝ મુજબ તેનાથી સામાન્ય જનતાને કોઈ જોખમ નથી. હાલ સંક્રમિત વ્યક્તિ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેનું સ્વાસ્થ્ય સારું છે. પ્રેસ રિલીઝ મુજબ મંકીપોક્સ એક દુર્લભ અને ગંભીર વાયરલ બીમારી છે.
આ સમાચાર પણ વાંચો : ભારતના આ પાડોશી દેશમાં અભૂતપૂર્વ સંકટ, પેટ્રોલ ભરેલું જહાજ દરિયામાં ઉભું છે પણ ચુકવણીના પૈસા નથી… જાણો વિગતે
આ બીમારીમાં સામાન્ય રીતે ફ્લૂ જેવું હોય છે અને લિમ્ફ નોડ્સમાં સોજાથી શરૂઆત થાય છે. જે ચહેરા અને શરીર પર એક દાણા તરીકે વિકસિત થાય છે. મોટાભાગે સંક્રમણ ૨થી ૪ અઠવાડિયા સુધી રહે છે. આ વાયરસ લોકો વચ્ચે સરળતાથી ફેલાતો નથી. પરંતુ રોગીના શરીરના તરળ પદાર્થ અને મંકીપોક્સના ઘાના સંપર્કમાં આવવાથી તે ફેલાઈ શકે છે. એટલે કોરોના જેવું તેમાં નથી.
આ અગાઉ અમેરિકામાં ચાલુ વર્ષે એક પણ મંકીપોક્સનો કેસ જોવા મળ્યો નથી. જ્યારે ટેક્સાસ(Texas) અને મેરિલેન્ડમાં વર્ષ ૨૦૨૧માં નાઈજીરિયા મુસાફરી કરનારા લોકોમાં એક કેસ જોવા મળ્યો હતો. જ્યારે બ્રિટનમાં મે ૨૦૨૨ની શરૂઆતમાં મંકીપોક્સના ૯ કેસ નોંધાયા હતા. મંકીપોક્સનો પહેલો કેસ નાઈજીરિયા માં જોવા મળ્યો હતો. બ્રિટનની સ્વાસ્થ્ય સુરક્ષા એજન્સીઓ હાલ તો એલર્ટ મોડ પર છે કારણ કે તેમનું કહેવું છે કે મંકીપોક્સ એક દુર્લભ વાયરસ છે અને તે સરળતાથી ફેલાતો નથી.