ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 ઑક્ટોબર, 2021
શનિવાર
અમેરિકામાં કોરોનાથી થયેલા મોતનો આંકડો સાત લાખને પાર કરી ગયો છે.
કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરી રહેલા અમેરિકામાં વેક્સીનેશન પ્રોગ્રામ પૂરજોશમાં ચાલી રહ્યો હોવા છતા ગત સપ્તાહે રોજ બે હજાર લોકોના મોત થયા છે.
કોરોના વાયરસના કેસ અને મૃતકોની સંખ્યાની રીતે અમેરિકા હાલમાં પહેલા ક્રમે છે. દુનિયાભરમાં 19 ટકા કેસ અમેરિકામાં છે અને 14 ટકા મોત પણ અમેરિકામાં જ થયા છે.
આશ્વર્યની વાત તો એ છે કે, અમેરિકામાં મોતનો આંકડો છ લાખથી સાત લાખ સુધી પહોંચવામાં સાડા ત્રણ મહિના લાગ્યા છે. મૃતકોની સંખ્યા બોસ્ટનની વસ્તીથી વધુ છે.
જોકે વેક્સીનેશન વધ્યું હોવાથી હવે સ્થિતિ નિયંત્રણમાં આવી રહી છે. સપ્ટેમ્બરની શરૂઆતમાં હોસ્પિટલોમાં દાખલ દર્દીની સંખ્યા 93000 હતી અને હવે આ આંકડો 75000 પર આવી ગયો છે.
શિવસેનાનો પેંગ્વિન પ્રેમ ઘટતો નથી, હવે હરખમાં આ નવું નજરાણું લાવ્યા; જાણો વિગત