News Continuous Bureau | Mumbai
ચીનના(china) વુહાનથી(Wuhan) વાયરસના સ્વરૂપે દુનિયાભરમાં કહેર મચાવનાર કોરોના હજુ પણ ગયો નથી. બે વર્ષથી વધારે સમય સુધી ભારત સહિત દુનિયાભરના દેશોને બાનમાં લેનારા આ વિનાશક વાયરસે લાખો લોકોનો ભોગ લીધો. જાેકે, હજુ પણ પુરી રીતે આ વાયરસથી અસર ઓછી થઈ નથી. હાલ ભારતમાં ભલે જનજીવન થાળે પડ્યું હોય પણ અમેરિકાથી(USA) આવેલાં એક સમાચારે ફરી લોકોની ચિંતા વધારી દીધી છે.
અમેરિકામાં હાલ કોરોના વાયરસનું ટેસ્ટિંગ(Corona virus testing) શરૂ થઈ ગયું છે. અમેરિકામાં આવતા જતા તમામ યાત્રીઓનું એરપોર્ટ(airport) પર સ્ક્રીનિંગ અને ટેસ્ટિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. એટલું જ નહીં યાત્રી પોતે પણ સ્વેચ્છાએ સામે ચાલીને પોતાનો ટેસ્ટ કરાવી રહ્યાં છે. આ સ્થિતિમાં ભારતની ચિંતામાં વધારે થયો છે. કારણકે, અમેરિકામાં કોરોનાના ત્રણ નવા વેરિયન્ટ્સ સામે આવ્યાંની વાત વહેતી થઈ છે. અમેરિકામાં કોરોનાને કારણે સૌથી વધુ મોત થયા છે. એના જ કારણે હાલ અહીં સૌથી વધારે સતર્કતા રાખવામાં આવી રહી છે.
આ સમાચાર પણ વાંચો : નોકરીઓમાં EWS અનામતની માન્યતા પર આજે ચુકાદો સંભળાવશે સુપ્રીમ કોર્ટ- સરકારી નોકરીમાં 10 ટકા અનામતનો કેસ
અમેરિકામાં ૧૦ લાખ ૭ હજાર લોકોનું કોવિડથી મોત (covid Death) થયું છે. જે દુનિયાભરમાં સૌથી વધુ છે. હાલ ભલે વિશ્વભરમાં કોરોના મહામારી (Corona epidemic) ખતમ થઇ ચૂકી છે. સંક્રમણનો દર ઘટ્યો છે પરંતુ અમેરિકામાં કોરોનાના નવા વેરિયન્ટ્સને લઇને સતત રિસર્ચ થઇ રહ્યું છે. વિજ્ઞાનીઓના મતે સર્વેલન્સથી (surveillance) કોરોનાનો વધુ સારી રીતે સામનો કરી શકાય છે. તેના માટે સ્પ્રેડ પોઇન્ટ્સ(Spread Points) એટલે કે ઇન્ટરનેશનલ એરપોર્ટ્સ(International Airports) પર વિદેશોથી આવતા યાત્રીઓનો કોવિડ ટેસ્ટ થઇ રહ્યો છે. આ ટેસ્ટ અનિવાર્ય ન હોવા છતાં, યાત્રીઓ સ્વેચ્છાએ અનુમતિ આપી રહ્યા છે. સપ્ટેમ્બર, ૨૦૨૧માં આ પ્રોજેક્ટને લૉન્ચ કરાયો હતો. દર સપ્તાહે ૧૫ હજાર યાત્રીઓ સ્વેચ્છાએ સેમ્પલ આપી રહ્યાં છે. સેમ્પલનો RTPCR ટેસ્ટ કરાયો અને પોઝિટિવ સેમ્પલનું જેનેટિક સિક્વન્સિંગ(Genetic sequencing) કરવામાં આવ્યું હતું. જ્યારે લેબમાં ફરી એક વખત વાઈરસમાં બદલાવ જોવા મળ્યો તો સીડીસીના વિજ્ઞાનીઓને એલર્ટ કરાયા હતા. ત્યારબાદ આ બદલાવો પર નજીકથી નજર રાખવામાં આવી જેનાથી આગળ વાયરસ માં આવતા બદલાવ અંગે જાણી શકાય. આ જ કારણથી મ્છ૩ વેરિયન્ટને લઇને પણ સીડીસીના વિજ્ઞાનીઓ પહેલાથી જ એલર્ટ થઇ ચૂક્યા હતા. બીક્યૂ ૧, એક્સ બી બી અને બીએ ૨.૭૫.૨ જેવા વેરિયન્ટ્સ અંગે પણ એરપોર્ટ ટેસ્ટિંગ મારફતે જ જાણવા મળ્યું હતું.