ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૦ મે 2021
સોમવાર
અમેરિકાની કોલોનિયલ પાઇપલાઇન યોજના પર સાઈબર હુમલો થયો છે. પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ રેનસમવેર સાયબર અટેક થયો છે.
આ પાઇપ લાઇન કોલોનિયલ પાઇપલાઇન કંપની દ્વારા ઓપરેટ કરવામાં આવે છે. પોતાના સત્તાવાર નિવેદનમાં કંપનીએ કહ્યું છે કે અમારી ઉપર સાયબર એટેક કરવામાં આવ્યો છે જેને કારણે અમારી IT સહિતની અનેક સેવાઓ પર પ્રભાવ પાડ્યો છે. આ સાયબર હુમલાને કારણે કંપનીએ એનર્જી સપ્લાય તત્કાળ બંધ કરી દીધું છે અને આખે આખી સિસ્ટમ બંધ છે.
લાલુ પ્રસાદ યાદવ ની પહેલી મિટિંગમાં ફિયાસ્કો, માત્ર ત્રણ મિનિટમાં ઓક્સિજન લેવલ ડાઉન…
ઉલ્લેખનીય છે કે આ કંપની દ્વારા અમેરિકાના પશ્ચિમ અને દક્ષિણ વિસ્તારમાં ગેસ અને ફ્યુઅલ પૂરુ પાડવામાં આવે છે.
આખી પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા અમેરિકાની સરકારે આ ઘટના હાલ પૂરતી ઇમરજન્સી જાહેર કરી દીધી છે.
