US Election Result 2024: ચાલી ગયું ટ્રમ્પ કાર્ડ, ડોનાલ્ડ ટ્રમ્પ બનશે અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ; બહુમતનો આંકડો…

US Election Result 2024: અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત ઐતિહાસિક છે. રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પનો સીધો મુકાબલો ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર અને ઉપપ્રમુખ કમલા હેરિસ સાથે હતો. અમેરિકાના ચૂંટણી ઈતિહાસમાં 130 વર્ષમાં આ પ્રથમ વખત બન્યું છે કે અગાઉની ચૂંટણીમાં હારેલા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ફરીથી રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે.

by kalpana Verat
US Election Result 2024 donald Trump, the 47th President of America, lost to Kamala Harris of the Democratic Party

  News Continuous Bureau | Mumbai

US Election Result 2024: રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે યુએસ પ્રમુખપદ જીતી લીધું છે. મંગળવારના મતદાન બાદ ચાલુ રહેલી મત ગણતરીની સ્થિતિ બુધવારે બપોર સુધીમાં સ્પષ્ટ થઈ ગઈ હતી.

US Election Result 2024: અમેરિકામાં કુલ 538 ઈલેક્ટોરલ વોટ 

મહત્વનું છે કે અમેરિકામાં કુલ 538 ઈલેક્ટોરલ વોટ છે અને જીત માટે 270 વોટ જરૂરી છે. ટ્રમ્પે 277 જીત્યા છે. કેટલાક રાજ્યોમાં મતગણતરી ચાલી રહી છે. આ રીતે ટ્રમ્પની જીતનો આંકડો 310 સુધી પહોંચી શકે છે. ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસે વર્ચ્યુઅલ રીતે હાર સ્વીકારી લીધી છે. તેમણે આજે યોજાનાર તેમના સંબોધન અને પ્રેસ કોન્ફરન્સને રદ કરી દીધી છે.

US Election Result 2024: ડોનાલ્ડ ટ્રમ્પે શરૂઆતથી જ લીડ જાળવી રાખી 

અમેરિકાના 131 વર્ષના ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે કોઈ પરાજિત ઉમેદવાર (2020ની રાષ્ટ્રપતિ ચૂંટણી) જીતવા જઈ રહ્યો છે. અગાઉ મંગળવારે મતદાન થયું હતું. આ પછી તરત જ મતગણતરી શરૂ થઈ ગઈ. ત્યારબાદ એક પછી એક રાજ્યોના પરિણામો આવવા લાગ્યા. ડોનાલ્ડ ટ્રમ્પે શરૂઆતથી જ લીડ જાળવી રાખી હતી.

આ સમાચાર પણ વાંચો : જમ્મુ-કાશ્મીરમાં ફરી પુનઃ સ્થાપિત થશે ધારા 370? વિધાનસભામાં પ્રસ્તાવ પાસ; ભાજપે હંગામો મચાવ્યો

US Election Result 2024: પીએમ મોદીએ અભિનંદન આપ્યા, ખાસ તસવીરો શેર કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રમ્પને પોતાના મિત્ર ગણાવ્યા અને રાષ્ટ્રપતિ ચૂંટણીમાં તેમની જીત બદલ અભિનંદન પાઠવ્યા. પીએમ મોદીએ X પર લખ્યું, મારા મિત્ર તમારી ઐતિહાસિક ચૂંટણી જીત પર હાર્દિક અભિનંદન. હું ભારત-યુએસ વ્યાપક વૈશ્વિક અને વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે આતુર છું. ચાલો આપણે આપણા લોકોની સુખાકારી માટે અને વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે સાથે મળીને કામ કરીએ.

 

Join Our WhatsApp Community

You may also like