News Continuous Bureau | Mumbai
US Russia Oil Waiver Extension વૈશ્વિક ઉર્જા બજારમાં ચાલી રહેલી અસ્થિરતા વચ્ચે અમેરિકાએ ભારત અને અન્ય દેશોને મોટી રાહત આપી છે. અમેરિકી ટ્રેઝરી વિભાગે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી કરવા માટેની છૂટછાટને વધુ એક મહિના માટે એટલે કે 16 મે, 2026 સુધી લંબાવી છે. માત્ર બે દિવસ પહેલા જ અમેરિકી નાણામંત્રી સ્કોટ બેસેન્ટે આ છૂટછાટ ન આપવાની વાત કહી હતી, પરંતુ હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) ના તણાવપૂર્ણ માહોલને જોતા ટ્રમ્પ વહીવટીતંત્રએ પોતાની નીતિમાં ફેરફાર કર્યો છે.
શું છે અમેરિકાનો નવો નિર્ણય?
મીડિયા ના અહેવાલ મુજબ, અમેરિકાના નાણા વિભાગે શુક્રવારે રાત્રે આ નવા લાયસન્સને મંજૂરી આપી છે, જેનાથી 16 મે સુધી રશિયન તેલ લઈને આવતા જહાજોના વ્યવહારને પરવાનગી મળી ગઈ છે. આ નિર્ણયનો અર્થ એ છે કે ભારત જેવી રિફાઇનરીઓ રશિયા પાસેથી તેલની ખરીદી ચાલુ રાખી શકશે. જોકે, આ છૂટછાટમાં ઈરાન, ક્યુબા અને ઉત્તર કોરિયાને સ્પષ્ટપણે બાકાત રાખવામાં આવ્યા છે, એટલે કે આ દેશો પાસેથી તેલ ખરીદવા પર પ્રતિબંધ યથાવત રહેશે.
હોર્મુઝ સંકટ અને તેલના ભાવ
હોર્મુઝ જળડમરુમધ્ય વિશ્વના તેલ અને ગેસના પરિવહન માટેનું સૌથી મહત્વનું કેન્દ્ર છે, જ્યાંથી વિશ્વના કુલ તેલના 20% હિસ્સાની સપ્લાય થાય છે. ઈરાન દ્વારા આ માર્ગને લઈને આપવામાં આવેલી ચેતવણીઓ અને વધતા તણાવને કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે ઉછાળો આવ્યો હતો. આ પરિસ્થિતિમાં રશિયન તેલની સપ્લાય ચાલુ રહેવાથી વિશ્વમાં ઉર્જાનો પુરવઠો જળવાઈ રહેશે અને ભાવ વધારા પર થોડા અંશે લગામ લાગી શકે છે.
સ્કોટ બેસેન્ટના અગાઉના નિવેદન અને બદલાયેલી નીતિ
અગાઉ અમેરિકી નાણામંત્રી સ્કોટ બેસેન્ટે જાહેર મંચ પરથી કહ્યું હતું કે, “અમે રશિયન અને ઈરાની તેલ માટેના સામાન્ય લાયસન્સનું નવીનીકરણ નહીં કરીએ.” પરંતુ અમેરિકાના આ યુ-ટર્ન પાછળનું મુખ્ય કારણ વૈશ્વિક ઉર્જા સુરક્ષા છે. રશિયાના વિશેષ દૂત કિરીલ દિમિત્રીવે અગાઉ જણાવ્યું હતું કે આવી રાહતથી વૈશ્વિક બજારમાં લગભગ 100 મિલિયન બેરલ તેલની ઉપલબ્ધતા વધશે. ભારતે હંમેશા પોતાના ઉર્જા હિતોને સર્વોપરી રાખ્યા છે અને અમેરિકાનો આ નિર્ણય ભારત માટે મોટી કૂટનીતિક જીત સમાન છે.
👉 આ સમાચાર વાચો:
Women’s Reservation Bill Parliament અમિત શાહનો વિપક્ષ પર મોટો હુમલો! મહિલા અનામત બિલની ચર્ચા વચ્ચે સંસદમાં શું થયું? જાણો અંદરની વાત.