ભારત માટે ખતરાની ઘંટડી-જગત જમાદાર યુએસ જનરલની ચેતવણી – કહ્યું લદ્દાખમાં ડ્રેગનની આ પ્રવૃત્તિઓ ચિંતાજનક

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

અમેરિકાએ(USA) ચીન(China) મુદ્દે ભારતને ચેતવણી આપી છે. અમેરિકન સેનાના(American Army) એક ટોચના જનરલે(Top General) બુધવારે લદાખ થિયેટરમાં(Ladakh Theater) વાસ્તવિક નિયંત્રણ રેખાની પાર ચીની ગતિવિધિને “આંખ ઉઘાડનારી” અને ચિંતાજનક ગણાવી હતી. તેમણે પીપલ્સ લિબરેશન આર્મી(People's Liberation Army) દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચરના(infrastructure) નિર્માણને પણ “ખતરનાક” ગણાવ્યું હતું. યુનાઇટેડ સ્ટેટ્‌સ આર્મી પેસિફિકના(United States Army Pacific) કમાન્ડિંગ જનરલ(Commanding General)  ચાર્લ્સ એ. ફ્લાયને(Charles A. Flynn) જણાવ્યું હતું કે, ચીનની ગતિવિધીઓ જાેખમી અને ચિંતાજનક છે. પીએલએના(PLA) વેસ્ટર્ન થિયેટર કમાન્ડમાં(Western Theater Command) બનાવવામાં આવી રહેલા કેટલાંક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચિંતાજનક છે. કોઈકે તો સવાલ કરવો પડશે કે તેઓ આ શા માટે કરી રહ્યા છે અને એની પાછળ તેમનો ઈરાદો શું છે.” લદાખ થિયેટરમાં એકંદર પરિસ્થિતિ પરના પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા. ગલવાન ખીણના સંઘર્ષથી બંને દેશોની સેનાઓ એલએસી પર એકબીજાનો સામનો કરી રહી છે અને કેટલાક ઘર્ષણવાળા વિસ્તારોમાંથી સૈનિકોને હટાવવામાં આંશિક સફળતા પણ મળી છે. ભારતની ચાર દિવસીય મુલાકાતે આવેલા યુએસ જનરલે મંગળવારે આર્મી ચીફ જનરલ મનોજ પાંડે સાથે મુલાકાત કરી હતી અને દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

આ સમાચાર પણ વાંચો : અમેરિકામાં ફરી ફાયરિંગ-બંદૂકધારીએ આ બિઝનેસ સેન્ટરમાં કર્યું અંધાધૂંધ ગોળીબાર-આટલા લોકોના નિપજ્યા મોત

મિલિટ્રી ઓપરેશન્સના(military operations) ભૂતપૂર્વ મહાનિર્દેશક(Former Director General) લે. જનરલ વિનોદ ભાટિયા(General Vinod Bhatia) (નિવૃત્ત)એ જણાવ્યું હતું કે ચીને લાંબા સમયથી તિબેટમાં અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું છે અને તેઓ તેને સતત અપગ્રેડ કરી રહ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે “સીમાના મુદ્દાઓને(Border issues) લઈને અમારી વચ્ચે ગંભીર મતભેદો છે. આ મતભેદોને રાજકીય, રાજદ્વારી(Diplomacy) અને લશ્કરી વાતચીત દ્વારા ઉકેલવાની જરૂર છે”. ભાટિયાએ કહ્યું હતું કે LAC પર ભારતની સૈન્ય ક્ષમતાઓ ચીનની સમકક્ષ છે.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment