Trump Stop Israel Attack:તેલના ભાવમાં ભડકો થવાના ડરથી ટ્રમ્પે ઈઝરાયેલને લગામ કસી? ઈરાન સામેના જંગમાં ‘ડૂમ્સડે ઓપ્શન’ કેમ બન્યું ચર્ચાનું કેન્દ્ર, જાણો સંપૂર્ણ વિગત

Trump Stop Israel Attack: તેહરાનમાં એસિડ રેન અને ઝેરી ધુમાડા બાદ અમેરિકા હરકતમાં, ઈરાની જનતાના સ્વાસ્થ્ય અને તેલની અર્થવ્યવસ્થાને બચાવવા ટ્રમ્પ વહીવટીતંત્રનો મોટો નિર્ણય

by Akash Rajbhar
US Halts Israeli Attacks on Iranian Oil Infrastructure Trump Warns Against 'Doomsday Option' to Protect Global Energy Markets

News Continuous Bureau | Mumbai

પશ્ચિમ એશિયાના યુદ્ધમાં એક મહત્વનો રાજદ્વારી વળાંક આવ્યો છે. ટ્રમ્પ વહીવટીતંત્રએ ઈઝરાયેલને વિનંતી કરી છે કે તે ઈરાનના તેલ અને ઉર્જા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર વધુ હુમલા ન કરે. છેલ્લા ૧૦ દિવસથી ચાલી રહેલા સંયુક્ત ઓપરેશનમાં આ પ્રથમ વખત છે જ્યારે અમેરિકાએ ઈઝરાયેલના હાથ રોકવાનો પ્રયાસ કર્યો છે. રિપોર્ટ્સ મુજબ, ઈઝરાયેલના અગાઉના હુમલાઓને કારણે તેહરાનમાં ઝેરી કાળો ધુમાડો અને ‘એસિડ રેન’ (તેજાબી વરસાદ) જેવી સ્થિતિ સર્જાઈ છે, જે સામાન્ય નાગરિકોના સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો બની રહી છે.ટ્રમ્પ પ્રશાસન માને છે કે ઉર્જા મથકો પર સતત હુમલા કરવાથી ઈરાની જનતા પરેશાન થઈ રહી છે. અમેરિકાનો ઉદ્દેશ્ય ઈરાની જનતાને શાસન વિરુદ્ધ ઉભી કરવાનો છે, નહીં કે તેમને પાયાની સુવિધાઓથી વંચિત રાખવાનો. આ ઉપરાંત, ટ્રમ્પ ભવિષ્યમાં ઈરાનના તેલ ક્ષેત્ર સાથે વ્યાપારી સહયોગની યોજના પર પણ નજર રાખી રહ્યા છે.

શું છે ‘ડૂમ્સડે ઓપ્શન’ (કયામતનો વિકલ્પ)?

સૂત્રોના જણાવ્યા અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનના તેલ મથકો પરના હુમલાને ‘ડૂમ્સડે ઓપ્શન’ માને છે. તેમનું કહેવું છે કે આ વિકલ્પનો ઉપયોગ ત્યારે જ કરવો જોઈએ જ્યારે ઈરાન પોતે જાણીજોઈને અખાતી દેશોના તેલ મથકો પર હુમલો કરે. ટ્રમ્પે ‘ટ્રુથ સોશિયલ’ પર ચેતવણી આપી છે કે જો ઈરાને વૈશ્વિક તેલ સપ્લાયને નુકસાન પહોંચાડ્યું, તો તેને ૨૦ ગણો વધુ સખત જવાબ આપવામાં આવશે અને તેને ફરી બેઠા થવું અશક્ય બની જશે.

આ સમાચાર પણ વાંચો :  Dhurandhar Star Cast Fees: રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’ ના કલાકારોએ લીધી કરોડોમાં સેલેરી, જાણો દરેક એક્ટરની ફીનું લિસ્ટ

તેલની ઈકોનોમી બચાવવાની રણનીતિ

અમેરિકી સેનેટર લિન્ડસે ગ્રેહામ અને રક્ષા સચિવ પીટ હેગસેથે પણ ઈઝરાયેલના હુમલાઓને લઈને સાવધાની રાખવા જણાવ્યું છે. તેમનું માનવું છે કે શાસનના પતન પછી ઈરાનની તેલ અર્થવ્યવસ્થા દેશના પુનઃનિર્માણ માટે અનિવાર્ય હશે. તેલના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સંપૂર્ણ નષ્ટ કરવું ભવિષ્ય માટે ઘાતક સાબિત થઈ શકે છે. અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે તેમણે આવા ઈંધણ ડેપો કે ઉર્જા લક્ષ્યો પર હુમલો કર્યો નથી, જેનાથી તે ઈઝરાયેલની રણનીતિથી અલગ દેખાઈ રહ્યું છે.

વૈશ્વિક તેલ બજાર પર મોટું જોખમ

અમેરિકાની સૌથી મોટી ચિંતા એ છે કે જો ઈરાન પર હુમલા ચાલુ રહેશે, તો તે વળતા હુમલામાં સાઉદી અરેબિયા કે UAE જેવા અખાતી દેશોના તેલ મથકોને નિશાન બનાવી શકે છે. જો આવું થશે, તો સમગ્ર વિશ્વમાં તેલની સપ્લાય ચેઈન તૂટી જશે અને ભાવ સામાન્ય માણસની પહોંચની બહાર જશે. આ આર્થિક અરાજકતા રોકવા માટે જ ટ્રમ્પે અત્યારે ડિપ્લોમેટિક રીતે ઈઝરાયેલને રોકવા માટે ‘બ્રેક’ લગાવી છે.

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More