US imposes maritime blockade on Iran: અમેરિકાનો ઈરાનને સીધો પડકાર: હોર્મુઝ પર નાકાબંધીથી ખાડી દેશોમાં સન્નાટો, ટ્રમ્પના આક્રમક તેવરથી દુનિયા ચિંતિત

US imposes maritime blockade on Iran: ઈસ્લામાબાદમાં શાંતિ વાટાઘાટો નિષ્ફળ જતાં અમેરિકાએ લીધો મોટો નિર્ણય; ઈરાની બંદરો પર કોઈ પણ જહાજની અવરજવર પર પ્રતિબંધ, IRGC એ આપી ‘જીવલેણ વમળ’ માં ફસાવવાની ચેતવણી.

by Akash Rajbhar
US imposes maritime blockade on Iran Tension escalates in Strait of Hormuz as CENTCOM issues strict instructions to vessels.

News Continuous Bureau | Mumbai

અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ હવે ખતરનાક વળાંક પર પહોંચી ગયો છે. પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં બંને દેશો વચ્ચેની શાંતિ વાટાઘાટો કોઈ પણ નિષ્કર્ષ વગર પૂરી થયા બાદ, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર અમેરિકાએ ઈરાનની દરિયાઈ નાકાબંધી લાગુ કરવાનો નિર્ણય લીધો છે. યુનાઈટેડ સ્ટેટ્સ સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ જાહેરાત કરી છે કે ૧૩ એપ્રિલ ૨૦૨૬ થી ઈરાનના તમામ મુખ્ય બંદરોની નાકાબંધી શરૂ કરી દેવામાં આવશે.અમેરિકાના આ પગલાથી પશ્ચિમ એશિયામાં યુદ્ધ ભભૂકી ઉઠવાની શક્યતા છે. અમેરિકી નૌકાદળ ઈરાની બંદરો પર આવતા-જતા તમામ જહાજો પર નજર રાખશે અને તેમને અટકાવશે.

કયા જહાજો પર લાગશે પ્રતિબંધ?

CENTCOM એ સ્પષ્ટ કર્યું છે કે આ નાકાબંધી ઈરાની બંદરો અને તેના તટીય વિસ્તારોમાં કાર્યરત તમામ દેશોના જહાજો પર સમાન રીતે લાગુ થશે. અરબ અખાત અને ઓમાનની ખાડીના તમામ ઈરાની બંદરો પર જતાં જહાજોને અટકાવવામાં આવશે. જે જહાજો હોર્મુઝની સામુદ્રધૂની (Strait of Hormuz) થી પસાર થઈને બિન-ઈરાની બંદરો તરફ જઈ રહ્યા છે, તેમની અવરજવરમાં કોઈ અવરોધ ઉભો કરવામાં આવશે નહીં.

આ સમાચાર પણ વાંચો : Stock Market Crash: બ્લેક મન્ડે: ખુલતાની સાથે જ શેરબજારમાં મચી ગઈ હાહાકાર, ઈરાન-અમેરિકા તણાવ વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટું ગાબડું.

અમેરિકી નૌકાદળની કડક સૂચનાઓ

અમેરિકી સેનાએ ખાડી વિસ્તારમાં કાર્યરત તમામ દરિયાઈ જહાજોને ‘નોટિસ ટુ મરીનર્સ’ (Notice to Mariners) પ્રસારણ પર સતત નજર રાખવા અને અમેરિકી નૌકાદળ સાથે સંપર્ક જાળવી રાખવા સૂચના આપી છે. ખાસ કરીને ‘બ્રિજ-ટુ-બ્રિજ ચેનલ 16’ પર નૌકાદળના દળો સાથે સંપર્કમાં રહેવા જણાવાયું છે. પર્શિયન ગલ્ફમાં USS Gerald Ford અને USS Abraham Lincoln ની હાજરી આ જળમાર્ગ પર અમેરિકાના વર્ચસ્વનો સંકેત આપી રહી છે.

ઈરાનનો વળતો પ્રહાર અને ચેતવણી

અમેરિકાના આ દબાણ સામે ઈરાન પણ નમવા તૈયાર નથી. ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ ચેતવણી આપી છે કે, “કોઈ પણ ખોટું ડગલું દુશ્મનને હોર્મુઝના જીવલેણ વમળોમાં ફસાવી દેશે.” ઈરાને દાવો કર્યો છે કે હોર્મુઝ પર તેમનું સંપૂર્ણ નિયંત્રણ છે અને કોઈ પણ આક્રમકતાનો જવાબ સૈન્ય બળથી આપવામાં આવશે. આ સ્થિતિ જોતા સમગ્ર વિશ્વની નજર હવે હોર્મુઝ જળમાર્ગ પર ટકેલી છે, કારણ કે આ રસ્તો વૈશ્વિક ઉર્જા પુરવઠા માટે અત્યંત મહત્વનો છે.

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More