US-Iran Ceasefire: શું પાકિસ્તાન ક્રેડિટ લેવામાં થાપ ખાઈ ગયું? ટ્રમ્પે અમેરિકા-ઈરાન સીઝફાયર માટે આ દેશ ને આપ્યો યશ!

US-Iran Ceasefire: બે અઠવાડિયાના યુદ્ધવિરામનો શ્રેય લેવા પાકિસ્તાન મેદાને, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનની મહેનતને ગણાવી અસલી કારણ; હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા પર બની સહમતી.

by Akash Rajbhar
US-Iran Ceasefire Pakistan claims credit, but Donald Trump hails China for the peace deal.

News Continuous Bureau | Mumbai

ઈરાન અને અમેરિકા વચ્ચે બે અઠવાડિયાના યુદ્ધવિરામની જાહેરાત બાદ શ્રેય લેવાની રાજનીતિ તેજ થઈ ગઈ છે. પાકિસ્તાન દાવો કરી રહ્યું છે કે તેણે બંને દેશોને સીઝફાયર માટે તૈયાર કર્યા છે અને આગળની વાતચીત પણ પાકિસ્તાનમાં જ યોજાવાની છે. જોકે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સમાચાર એજન્સી સાથેની વાતચીતમાં ચોંકાવનારું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે આ શાંતિ સમજૂતીનો અસલી હીરો પાકિસ્તાનને નહીં પણ ચીનને ગણાવ્યું છે.ટ્રમ્પે જણાવ્યું કે તેમનું માનવું છે કે ચીને જ ઈરાનને વાતચીતના ટેબલ પર લાવવા માટે રાજી કર્યું છે. અગાઉ સમાચાર એજન્સી એ પણ અહેવાલ આપ્યો હતો કે ચીની અધિકારીઓ પડદા પાછળ ઈરાનને સમજાવવામાં વ્યસ્ત હતા અને અંતે ડ્રેગનને તેમાં સફળતા મળી છે.

પાકિસ્તાન કે ચીન? કોણ છે અસલી મધ્યસ્થી

પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ અને સેના પ્રમુખ આસિમ મુનીર આ સમજૂતીમાં પોતાની મહત્વની ભૂમિકા હોવાનું જણાવી રહ્યા છે. પરંતુ ટ્રમ્પના નિવેદન બાદ પાકિસ્તાનનો દાવો નબળો પડતો દેખાય છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે આ બધી મહેનત ચીન દ્વારા કરવામાં આવી છે. આ ખુલાસો એવા સમયે થયો છે જ્યારે બંને દેશો બે અઠવાડિયાના યુદ્ધવિરામ માટે સહમત થયા છે.

આ સમાચાર પણ વાંચો : Hormuz Strait Reopens: હોર્મુઝની સામુદ્રધૂની ખુલશે પણ શું ઈરાન ટેક્સ વસૂલશે? ટ્રમ્પના સીઝફાયર બાદ વિશ્વ સમક્ષ સૌથી મોટો પ્રશ્નાર્થ!

હોર્મુઝ સ્ટ્રેટ ખુલવાથી રાહત

આ સમજૂતી હેઠળ સૌથી મોટો ફાયદો એ થશે કે હોર્મુઝ સ્ટ્રેટ ટૂંક સમયમાં જ ખોલવામાં આવશે. આ માર્ગ ખુલવાથી વૈશ્વિક તેલ પુરવઠો ફરી શરૂ થશે અને આર્થિક તણાવ ઓછો થવાની આશા છે. ટ્રમ્પે તેને લાંબા ગાળાની શાંતિ તરફનું એક મહત્વનું પગલું ગણાવ્યું છે.

પાકિસ્તાનમાં યોજાશે આગામી બેઠક

સીઝફાયર બાદ હવે અમેરિકા અને ઈરાન વચ્ચેની વિગતવાર વાતચીત પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં યોજાવા જઈ રહી છે. જોકે, ઈરાને હજુ પણ તેની કડક શરતો છોડી નથી. આ બે અઠવાડિયાનો સમય બંને દેશો માટે આગળની રણનીતિ નક્કી કરવા માટે અત્યંત મહત્વનો સાબિત થશે.

Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More