Site icon News Continuous Bureau | Mumbai

US-Iran Conflict Escalates: તેહરાનનો બહેરીન અને કુવૈત પર હુમલો: અમેરિકાના ૨ ફાઈટર જેટ તોડી પાડ્યા બાદ ઈરાને મચાવ્યો ખળભળાટ.

US-Iran Conflict Escalates: પશ્ચિમ એશિયામાં યુદ્ધ ભયાનક સ્તરે: અમેરિકી પાયલોટને શોધવા મોટું સર્ચ ઓપરેશન; ઈરાને ઠુકરાવ્યો ૪૮ કલાકના યુદ્ધવિરામનો પ્રસ્તાવ

US-Iran Conflict Escalates Iran Claims Downing 2 US Fighter Jets Trump Remains Firm on Hormuz Strategy

US-Iran Conflict Escalates Iran Claims Downing 2 US Fighter Jets Trump Remains Firm on Hormuz Strategy

News Continuous Bureau | Mumbai

 પશ્ચિમ એશિયામાં જારી જંગ બીજા મહિનામાં પ્રવેશી ચૂક્યો છે અને હવે તે વધુ હિંસક બન્યો છે. અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાનનો મહત્વનો બી-૧ (B1) પુલ તોડી પાડ્યા બાદ, બદલાની આગમાં સળગતા ઈરાને શુક્રવારે અમેરિકાના બે લડાકુ વિમાનો (F-15E અને A-10) તોડી પાડ્યા હોવાનો દાવો કર્યો છે. આ ઘટના બાદ આખા અખાતી દેશોમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે.

Join Our WhatsApp Channel

પાયલોટને પકડવા માટે ઈરાને ઈનામ જાહેર કર્યું

ઈરાની મીડિયાના અહેવાલ મુજબ, અમેરિકાના એ-૧૦ (A-10) વિમાનને હોર્મુઝ પાસે તોડી પાડવામાં આવ્યું છે. આ વિમાનના એક પાયલોટને બચાવી લેવાયો છે, પરંતુ બીજા પાયલોટની શોધ માટે અમેરિકા અને ઈઝરાયેલે મોટું અભિયાન શરૂ કર્યું છે. બીજી તરફ, ઈરાનના ગવર્નરે જાહેરાત કરી છે કે જે કોઈ આ પાયલોટને પકડી લેશે અથવા મારી નાખશે તેને ઈનામ આપવામાં આવશે. આ સર્ચ ઓપરેશન દરમિયાન અમેરિકાનું એક બ્લેક હોક હેલિકોપ્ટર પણ ક્રેશ થયું હોવાના અહેવાલ છે.

આ સમાચાર પણ વાંચો: Good News from Hormuz: ચિંતા છોડો! હોર્મુઝથી ૭મું LPG ટેન્કર ભારત આવવા રવાના, ૫૮ હજાર મેટ્રિક ટન ગેસનો જથ્થો ટૂંક સમયમાં પહોંચશે

કુવૈત અને બહેરીન પર હુમલા, રિફાયનરીમાં લાગી આગ

ઈરાને માત્ર અમેરિકા જ નહીં, પરંતુ તેના સાથી દેશો પર પણ હુમલા તેજ કર્યા છે. કુવૈતની મીના અલ-અહમદી તેલ રિફાયનરી પર ઈરાની હુમલા બાદ ભીષણ આગ લાગી છે. આ ઉપરાંત, બહેરીનમાં પણ હુમલાના સાયરન સંભળાયા છે. ઈરાને ચેતવણી આપી છે કે તે કુવૈત, યુએઈ (UAE) અને જોર્ડનના મુખ્ય પુલોને નિશાન બનાવશે. અમેરિકાએ રજૂ કરેલો ૪૮ કલાકનો યુદ્ધવિરામનો પ્રસ્તાવ પણ ઈરાને ઠુકરાવી દીધો છે.

ટ્રમ્પનો હુંકાર- ‘થોડા સમયમાં હોર્મુઝ સ્ટ્રેટ ખોલી નાખીશું’

આ ભયાનક સ્થિતિ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ‘ટ્રુથ સોશિયલ’ પર દાવો કર્યો છે કે અમેરિકા ટૂંક સમયમાં જ હોર્મુઝ સ્ટ્રેટ ખોલવામાં સફળ થશે. તેમણે કહ્યું કે, “યુદ્ધ ચાલી રહ્યું છે અને વિમાન પડવા છતાં ઈરાન સાથેની વાટાઘાટો પર કોઈ અસર નહીં પડે.” ટ્રમ્પના મતે હોર્મુઝ ખુલવાથી વિશ્વ માટે તેલના ભંડાર ખુલી જશે. દરમિયાન, યમનના હૂતી બળવાખોરોએ પણ ઈરાન અને હિઝબુલ્લાહ સાથે મળીને ઈઝરાયેલ પર બેલેસ્ટિક મિસાઈલો છોડી હોવાનો દાવો કર્યો છે.

Middle East Tension વિશ્વમાં વધુ એક મહાયુદ્ધના એંધાણ! હૂથી વિદ્રોહીઓ પર હુમલાનો સાઉદી અરેબિયાનો પ્લાન લીક, આ દેશે મોકલ્યા 40 હજાર સૈનિકો
Israeli Aviation Security Lapse મોસાદની આંખમાં ધૂળ નાખી ૧૨ ઓમાની પાયલટો ઇઝરાયલ પહોંચી ગયા! દેશની સુરક્ષામાં સૌથી મોટો ગાબડો તેલ અવીવમાં ખળભળાટ
Cockpit Attack Sparks Global Security Alarm ફ્લાયદુબઈ કોકપિટ કાવતરું હુમલાખોર પાયલટ હમામના આંતરરાષ્ટ્રીય કનેક્શન્સ ખુલ્યા, ૯ દેશોની ગુપ્તચર એજન્સીઓ કામે લાગી
FlyDubai Omani CoPilot Background પોતાના જ દેશમાં બેન હતો અને દુબઈમાં ઉડાવતો હતો પ્લેન! ઓમાની કોપાયલટના બેકગ્રાઉન્ડ ચેક મામલે ફ્લાયદુબઈ ઘેરાઈ
Exit mobile version