News Continuous Bureau | Mumbai
US Iran Peace Deal Rules અમેરિકા અને ઈરાન વચ્ચે મહિનાઓથી ચાલી રહેલા સૈન્ય સંઘર્ષ અને સરહદી તણાવનો અંત લાવવા માટે ગુરુવારે એક ઐતિહાસિક શાંતિ કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ સમજૂતીનો મુખ્ય હેતુ બંને પક્ષો વચ્ચે સીઝફાયર (યુદ્ધવિરામ) વધારવાનો અને વૈશ્વિક વ્યાપાર માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતી હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) માંથી શિપિંગ ટ્રાન્ઝિટ ફરીથી શરૂ કરવાનો છે. ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલે આ માર્ગ પરથી પસાર થનારા જહાજો માટેના નવા નિયમો સ્પષ્ટ કર્યા છે.
US Iran Peace Deal Rules – જહાજોએ કોઈ ફી નહીં આપવી પડે, પરંતુ લેવી પડશે મંજૂરી
સુરક્ષા પરિષદના સત્તાવાર નિવેદન અનુસાર, ફાઇનલ એગ્રીમેન્ટ પર સાઇન થવાના આગામી ૬૦ દિવસ સુધી હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવા માટે કોઈપણ વાણિજ્યિક (કમર્શિયલ) જહાજે કોઈ પણ પ્રકારની ફી કે ટોલ ટેક્સ ચૂકવવો પડશે નહીં. આ જોગવાઈ કરારના ક્લોઝ નંબર ૫ મુજબ નક્કી કરાઈ છે. જોકે, નવા નિયમ હેઠળ તમામ જહાજોએ અહીંથી પસાર થવા માટે ‘પર્શિયન ગલ્ફ સ્ટ્રેટ એડમિનિસ્ટ્રેશન’ નામના વહીવટી તંત્રને ઓનલાઈન રિક્વેસ્ટ મોકલવી પડશે. આ એડમિનિસ્ટ્રેશન જહાજોની વિનંતી પ્રોસેસ કરીને તેમને ગાઈડન્સ અને સુરક્ષિત ક્લિયરન્સ આપવાનું કામ કરશે.
US Iran Peace Deal Rules – અમેરિકી નૌસેનાની નાકેબંધી હટશે, ઈરાનથી હટાવાશે દરિયાઈ બોમ્બ
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન વચ્ચે થયેલા આ ૧૪ મુદ્દાના કરાર હેઠળ અમેરિકા આગામી ૩૦ દિવસની અંદર ઈરાન સામેની નૌસેનાની નાકેબંધી (નેવલ બ્લોકેડ) સંપૂર્ણપણે હટાવી લેશે. બીજી તરફ, ઈરાન પર્શિયન ગલ્ફથી ઓમાનના સમુદ્ર સુધી વેપારી જહાજોની સુરક્ષિત અવરજવર સુનિશ્ચિત કરવા આગામી ૩૦ દિવસમાં દરિયામાં બિછાવેલી તમામ બારૂદી સુરંગો (લેન્ડમાઈન્સ) હટાવી લેશે. આ ઉપરાંત, ભવિષ્યની દરિયાઈ સેવાઓની રૂપરેખા નક્કી કરવા માટે ઈરાન ઓમાન દેશ સાથે દ્વિપક્ષીય વાતચીત પણ કરશે.
US Iran Peace Deal Rules – ઈરાન પરથી હટશે તમામ પ્રતિબંધો, મળશે ૩૦૦ અબજ ડૉલરનું ફંડિંગ
આ શાંતિ સમજૂતીથી ઈરાનને મોટો આર્થિક ફાયદો થશે. અમેરિકા ઈરાન પર લાદવામાં આવેલા તમામ આર્થિક અને વ્યાપારિક પ્રતિબંધો હટાવશે, જેનાથી ઈરાન ફરીથી વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલ વેચી શકશે. અમેરિકા ઈરાનના ફ્રીઝ થયેલા કરોડો ડૉલરના ફંડને મુક્ત કરશે અને દેશના પુનઃનિર્માણ માટે પ્રાદેશિક ભાગીદારો સાથે મળીને ૩૦૦ અબજ ડૉલરનું ફંડિંગ પૂરું પાડશે. બદલામાં, ઈરાન ફરી એકવાર ખાતરી આપશે કે તે પરમાણુ હથિયારો (ન્યુક્લિયર વેપન્સ) બનાવશે નહીં અને ૬૦ દિવસની અંદર આ કરારને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ના કાયદાકીય પ્રસ્તાવ દ્વારા મંજૂરી અપાશે.
👉 આ સમાચાર વાચો:
Uddhav Thackeray BMC Corporator ઉદ્ધવ ઠાકરેને વધુ એક મોટો ઝટકો મુંબઈ BMC માં શિવસેના UBT ના નગરસેવકનું સભ્યપદ રદ, જાણો શું છે કારણ