Site icon News Continuous Bureau | Mumbai

US-Iran War:યુદ્ધ અમેરિકા લડશે પણ પૈસા આરબ દેશો આપશે? ટ્રમ્પનો એવો માસ્ટર પ્લાન જેનાથી ખાડી દેશોની ઉંઘ હરામ થઈ ગઈ!

US-Iran War:અમેરિકા-ઈરાન યુદ્ધને એક મહિનો પૂર્ણ, આર્થિક સંકડામણ અનુભવતા ટ્રમ્પ હવે મિત્ર દેશો પાસે માંગી શકે છે મદદ.

US-Iran War: Donald Trump may ask Arab nations to fund war expenses as US faces financial crunch.

US-Iran War: Donald Trump may ask Arab nations to fund war expenses as US faces financial crunch.

News Continuous Bureau | Mumbai
US-Iran War:અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધને હવે એક મહિનો પૂર્ણ થયો છે. આ યુદ્ધમાં માત્ર ઈઝરાયેલ અને ઈરાનને જ નહીં, પણ સીધી રીતે મેદાનમાં ઉતરેલા અમેરિકાને પણ ભારે આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે. ઈરાન નમતું જોખવા તૈયાર નથી, બીજી તરફ યુદ્ધના ખર્ચને કારણે અમેરિકાની આર્થિક હાલત કફોડી થઈ રહી હોય તેવું જણાય છે. આ સ્થિતિમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક મોટો માસ્ટર પ્લાન તૈયાર કરી રહ્યા છે, જેમાં તેઓ યુદ્ધનો ખર્ચ આરબ દેશો (Arab Nations) પાસેથી માંગવાની તૈયારીમાં છે.

આર્થિક તંગી દૂર કરવા ટ્રમ્પનો ‘પે એન્ડ પ્લે’ પ્લાન

વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે સંકેત આપ્યા છે કે ડોનાલ્ડ ટ્રમ્પ આ યુદ્ધના ખર્ચ માટે આરબ દેશોની મદદ માંગી શકે છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું આરબ દેશો આ યુદ્ધમાં આર્થિક સહયોગ આપશે, ત્યારે તેમણે જણાવ્યું કે ટ્રમ્પ આ વિશે ગંભીરતાથી વિચારી રહ્યા છે. ટ્રમ્પ ઈચ્છે છે કે જે દેશોના હિતો આ યુદ્ધ સાથે જોડાયેલા છે, તેઓ પણ આર્થિક જવાબદારી ઉઠાવે. અમેરિકામાં પણ યુદ્ધ વિરુદ્ધ દેખાવો થઈ રહ્યા છે, જેના કારણે ટ્રમ્પ પર વહેલી તકે શાંતિ સ્થાપવા અથવા ખર્ચ ઘટાડવા દબાણ વધી રહ્યું છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Maharashtra Weather Update:મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદ અને કરાનો કહેર: ૧૨ જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’, જગતનો તાત પાયમાલ!

 ઈરાનની આકરી શરતો અને અમેરિકાની ચેતવણી

6 એપ્રિલ સુધી યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હોવા છતાં બંને પક્ષો તરફથી બોમ્બમારો ચાલુ છે. ઈરાને યુદ્ધ રોકવા માટે કેટલીક આકરી શરતો મૂકી છે, જેમાં સૌથી મહત્વની શરત યુદ્ધમાં થયેલા નુકસાનની સંપૂર્ણ ભરપાઈ કરવાની છે. બીજી તરફ, ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ખુલ્લી ચેતવણી આપી છે કે જો તેઓ શાંતિ કરાર નહીં કરે, તો અમેરિકા ઈરાનના એનર્જી પ્લાન્ટ્સ અને ઓઈલ રિફાઈનરીઓ પર ભયાનક હુમલા કરશે. આ ધમકી બાદ પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે.

ઈઝરાયેલ અને અમેરિકામાં યુદ્ધનો આંતરિક વિરોધ

આ યુદ્ધ હવે માત્ર સરહદો સુધી મર્યાદિત નથી રહ્યું, પણ અમેરિકા અને ઈઝરાયેલના રસ્તાઓ પર પણ પહોંચી ગયું છે. અમેરિકામાં મોટી સંખ્યામાં લોકો ટ્રમ્પની યુદ્ધ નીતિનો વિરોધ કરી રહ્યા છે, જ્યારે ઈઝરાયેલમાં પણ નાગરિકો રસ્તા પર ઉતરીને યુદ્ધ રોકવાની માંગ કરી રહ્યા છે. આ આંતરિક દબાણ અને આર્થિક ભીંસને કારણે જ ટ્રમ્પ હવે આરબ દેશો પાસેથી ભંડોળ એકત્ર કરવાની યોજના બનાવી રહ્યા છે. જો આરબ દેશો મદદ નહીં કરે, તો અમેરિકા માટે આ યુદ્ધ લાંબુ ખેંચવું મુશ્કેલ બની શકે છે.

UAEIran Trade Cut Off મધ્ય પૂર્વમાં આર્થિક હલચલ યુએઈએ ઈરાન સાથેના વેપાર પર લગાવી રોક, લેણદેણ બંધ..
USIran Hormuz Standoff ‘૭૦૦૦ માઈલ દૂરથી જોઈ રહ્યા છે સ્વપ્ન’, અમેરિકાએ હોર્મુઝ પર ઠોક્યો દાવો તો ઈરાને ઉડાવી ટ્રમ્પની મજાક
USCanada Trade Agreement કેનેડા માટે રાહતના સમાચાર ટ્રમ્પે ટેરિફના અમલ પર 3 દિવસની રોક લગાવી, જાણો શું છે નવી ડીલ?
Strait of Hormuz US Territory હોર્મુઝ ની ખાડી (Strait of Hormuz) ને ટ્રમ્પે ગણાવ્યો અમેરિકાનો નવો પ્રદેશ, સોશિયલ મીડિયા પર શેર કરી તસવીર
Exit mobile version