US-Iran War: યુદ્ધના ભણકારા વચ્ચે ઈરાન માલામાલ! હોર્મુઝની ખાડી પર કબજો જમાવીને કરી રહ્યો છે ₹1300 કરોડની દૈનિક કમાણી, જાણો શું છે આખો ખેલ.

US-Iran War: યુદ્ધને 'આપદામાં અવસર' બનાવતું તેહરાન; અન્ય દેશોના જહાજો પર પ્રતિબંધ પણ ઈરાની તેલ ચીન તરફ રવાના, બ્રેન્ટ ક્રૂડ $100 ને પાર પહોંચતા બખ્ખાં.

by Akash Rajbhar
US-Iran War Iran Earns ₹1300 Crore Daily from Oil Sales Despite Conflict; Bloomberg Report Reveals Strategic Advantage in Hormuz.

News Continuous Bureau | Mumbai

અમેરિકા અને ઈઝરાયેલ સાથે ચાલી રહેલા ભીષણ યુદ્ધની વચ્ચે ઈરાને તેલ નિકાસ દ્વારા અધધ કમાણી કરી હોવાનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, ઈરાને યુદ્ધનો ઉપયોગ આર્થિક લાભ મેળવવા માટે કર્યો છે. હોર્મુઝની ખાડી, જે વિશ્વના તેલ પુરવઠાનો 20% હિસ્સો ધરાવે છે, તેના પર ઈરાનનું નિયંત્રણ હોવાથી તે એકમાત્ર મોટો નિકાસકાર દેશ બની રહ્યો છે.રિપોર્ટ અનુસાર, ઈરાનનું કાચું તેલ હાલમાં છેલ્લા 10 મહિનામાં સૌથી ઓછા ડિસ્કાઉન્ટ પર વેચાઈ રહ્યું છે. બીજી તરફ, યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડની કિંમત 100 ડોલર પ્રતિ બેરલ થી ઉપર પહોંચી ગઈ છે. આ બંને પરિબળોને કારણે ઈરાનની તેલ વેચાણની કમાણીમાં મોટો ઉછાળો આવ્યો છે.

ખાર્ગ આઈલેન્ડ ટર્મિનલ પર તેલનું લોડિંગ તેજ

અનુમાન છે કે ઈરાન હાલમાં દરરોજ અંદાજે 16 લાખ બેરલ તેલની નિકાસ કરી રહ્યું છે. ઈરાની જહાજો ખાર્ગ આઈલેન્ડ ટર્મિનલ પર તેલ લોડ કરીને હોર્મુઝની ખાડી મારફતે બહાર જઈ રહ્યા છે. નવાઈની વાત એ છે કે, ઈરાન પોતે તેલ વેચી રહ્યું છે પરંતુ ખાડીના અન્ય તેલ ઉત્પાદક દેશોના જહાજોને હોર્મુઝમાંથી પસાર થવા દેતું નથી. આ રણનીતિને કારણે બજારમાં ઈરાની તેલની માંગ વધી ગઈ છે.

અમેરિકા જ ઈરાન પાસે તેલ વેચવા આજીજી કરી રહ્યું છે?

કોલંબિયા યુનિવર્સિટીના રિસર્ચ સ્કોલર રિચર્ડ નેફ્યુના જણાવ્યા અનુસાર, ટ્રમ્પ સરકાર તેલના ભાવોને અંકુશમાં રાખવા માટે ઈરાની તેલના વેચાણ પરના પ્રતિબંધોમાં અસ્થાયી ઢીલ આપી રહી છે. એવું લાગે છે કે અમેરિકા પોતે ઈરાનને તેલ વેચવા માટે કહી રહ્યું છે જેથી વૈશ્વિક સ્તરે મોંઘવારી ન વધે. આ સ્થિતિ ઈરાન માટે વરદાન સાબિત થઈ રહી છે અને તે પોતાની ખોરવાયેલી અર્થવ્યવસ્થાને બેઠી કરવા આ ભંડોળનો ઉપયોગ કરી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો : US-Israel-Iran War Update: ઈરાન-અમેરિકા તણાવમાં મોટો વળાંક! તેહરાનની અપીલ બાદ ડોનાલ્ડ ટ્રમ્પે હથિયારો હેઠા મૂક્યા, મિડલ ઈસ્ટમાં શું શાંતિ સ્થપાશે?

રોજની કમાણીમાં મોટો વધારો

ટેન્કરટ્રેકર્સ ડોટ કોમના અંદાજ મુજબ, માર્ચ મહિનામાં ઈરાને તેલના વેચાણ દ્વારા દરરોજ અંદાજે 139 મિલિયન ડોલર (આશરે ₹1160 કરોડ થી ₹1300 કરોડ) ની કમાણી કરી છે. ફેબ્રુઆરીમાં આ આંકડો 115 મિલિયન ડોલર પ્રતિ દિવસ હતો. યુદ્ધ પહેલા બ્રેન્ટ અને ઈરાની તેલ વચ્ચે 10 ડોલરનું અંતર હતું, જે હવે ઘટીને માત્ર 2.10 ડોલર રહી ગયું છે.

યુદ્ધના ખર્ચને તેલની કમાણીથી ભરી રહ્યું છે ઈરાન

અમેરિકા અને ઈઝરાયેલના હવાઈ હુમલાઓથી ઈરાનને જે આર્થિક નુકસાન થયું છે, તેને આ તેલની કમાણીથી ભરપાઈ કરવામાં આવી રહી છે. ઈરાને વળતા હુમલામાં જે હથિયારો વાપર્યા છે, તેને ફરીથી ખરીદવા અને અર્થતંત્રને ટકાવી રાખવા માટે આ તેલના નાણાં અત્યંત મહત્વના સાબિત થઈ રહ્યા છે. આમ, સૈન્ય મોરચે ભલે હુમલા થતા હોય, પણ આર્થિક મોરચે ઈરાન મજબૂત પકડ જાળવી રહ્યું છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More