Site icon News Continuous Bureau | Mumbai

US-Iran War Twist:અમેરિકા જંગમાં નવો વળાંક! ખાડી દેશોએ અમેરિકાને બતાવ્યા તેવર; જાણો શું છે નારાજગી પાછળનું અસલી કારણ..

US-Iran War Twist: પૂર્વ જાણકારી વગર ઈરાન પર હુમલો અને સુરક્ષામાં બેદરકારી દાખવતા સાઉદી સહિતના દેશો નાખુશ, ઈરાનના વળતા પ્રહારમાં એકલા છોડી દેવાનો અમેરિકા પર આક્ષેપ.

US-Iran War Twist Gulf Allies Unhappy with Trump Administration Over Lack of Coordination and Security.

US-Iran War Twist Gulf Allies Unhappy with Trump Administration Over Lack of Coordination and Security.

News Continuous Bureau | Mumbai

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં હવે એક નવો વળાંક આવ્યો છે. ગલ્ફ એટલે કે ખાડી વિસ્તારમાં અમેરિકાના કેટલાક પરંપરાગત સહયોગી દેશો ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનથી નારાજ થયા હોવાના અહેવાલ છે. આ નારાજગીનું મુખ્ય કારણ એ છે કે અમેરિકા અને ઈઝરાયેલે ઈરાન પર હુમલો કરતા પહેલા આ દેશોને વિશ્વાસમાં લીધા નહોતા કે તેમને અગાઉથી કોઈ જાણકારી આપી નહોતી.

Join Our WhatsApp Channel

સુરક્ષા સુનિશ્ચિત કરવામાં અમેરિકા નિષ્ફળ?

ખાડી દેશોના અધિકારીઓએ નામ ગુપ્ત રાખવાની શરતે જણાવ્યું છે કે, અમેરિકાએ ઈરાન પર શરૂઆતી હુમલો જે રીતે કર્યો તેનાથી તેઓ સંતુષ્ટ નથી. અમેરિકાએ આ દેશોની તે ચેતવણીને પણ નજરઅંદાજ કરી હતી કે આ જંગના પરિણામો સમગ્ર ખાડી ક્ષેત્ર માટે વિનાશક સાબિત થશે. અધિકારીઓએ ફરિયાદ કરી છે કે અમેરિકન સેનાએ તેમની પર્યાપ્ત રક્ષા કરી નથી. એવી ધારણા પ્રબળ બની છે કે અમેરિકાનું ધ્યાન માત્ર ઈઝરાયેલ અને પોતાના સૈન્ય મથકોની રક્ષા પર જ છે, જ્યારે ખાડી દેશોને ઈરાનના વળતા પ્રહાર સામે લડવા માટે એકલા છોડી દેવામાં આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો : IAF Sukhoi Crash Assam: આસામમાં વાયુસેનાનું સુખોઈ ફાઈટર જેટ ક્રેશ: દેશની રક્ષા કરતા ૨ પાયલટ શહીદ; વાયુસેનામાં શોકની લહેર.

ઈરાનનો ખાડી દેશો પર વળતો પ્રહાર

અમેરિકા-ઈઝરાયેલના હુમલા બાદ ઈરાને વળતા જવાબમાં અનેક ખાડી દેશો પર મિસાઈલ અને ડ્રોનથી હુમલા કર્યા છે. આ દેશો પાસે ઈરાનની જવાબી કાર્યવાહીનો સામનો કરવા માટે પૂરતો સમય કે અમેરિકા તરફથી પૂરતી મદદ મળી નહોતી. જોકે, વ્હાઇટ હાઉસના પ્રવક્તા એના કેલીએ દાવો કર્યો છે કે ‘ઓપરેશન એપિક ફ્યુરી’ દ્વારા ઈરાનની મિસાઈલ અને ડ્રોન ક્ષમતાને ૯૦% સુધી નષ્ટ કરી દેવામાં આવી છે. ટ્રમ્પ પ્રશાસન તમામ પ્રાદેશિક ભાગીદારોના સંપર્કમાં હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.

રાજદ્વારી તણાવમાં વધારો

અત્યાર સુધી કુવૈત, બહેરીન અને સાઉદી અરેબિયાની સરકારોએ આ બાબતે સત્તાવાર ટિપ્પણી કરવાનું ટાળ્યું છે, પરંતુ આંતરિક રીતે તણાવ વધી રહ્યો છે. ખાડી દેશોને ડર છે કે અમેરિકાની આ નીતિ તેમને લાંબા સમય સુધી ઈરાન સાથેની દુશ્મનીમાં ધકેલી શકે છે. અમેરિકાએ દાવો કર્યો છે કે પાડોશી દેશો પર ઈરાનના હુમલા જ સાબિત કરે છે કે આ ખતરાને ખતમ કરવો કેટલો જરૂરી હતો. હવે જોવાનું એ રહેશે કે ટ્રમ્પ પ્રશાસન પોતાના આ નારાજ સહયોગીઓને કેવી રીતે મનાવે છે.

Kenya Orders Tata Chemicals To Exit ‘બોરીબિસ્તરા બાંધો અને નીકળો’ આ દેશ ના પ્રેસિડેન્ટે ટાટા ગ્રુપની સદી જૂની કંપનીને કામકાજ રોકવા ફરમાન કર્યું
Trump Top 35 Leaders List ટ્રમ્પમોદી મિત્રતાનો નવો પુરાવો યુએસ રાજદૂત ગોરે કહ્યું ‘ટ્રમ્પની 35 સૌથી ખાસ લોકોની યાદીમાં મોદી ટોપ પર હશે’
Extreme El Nino 2027 Warning 1000 વર્ષનો રેકોર્ડ તૂટશે ‘ગોડઝિલા અલ નીનો’ પૃથ્વીને ભઠ્ઠીની જેમ તપાવશે, 2027 બનશે ઇતિહાસનું સૌથી ગરમ વર્ષ!
India Ready to Help End Ukraine Russia War વૈશ્વિક મંચ પર ભારતની મોટી પહેલ એસ. જયશંકરે કહ્યું યુક્રેનરશિયા યુદ્ધ પૂરું કરાવવા માટે ભારત તૈયાર
Exit mobile version