News Continuous Bureau | Mumbai
રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે જ્યાં અમેરિકા સહિતના પશ્ચિમી દેશોએ રશિયા પર પ્રતિબંધો લગાવ્યા છે, ત્યાં આ આફતને તકમાં ફેરવીને ભારત રશિયા પાસેથી સસ્તા ભાવે તેલ ખરીદી રહ્યું છે. જો કે ભારતના આ પગલા પર પશ્ચિમી દેશો સવાલો ઉઠાવી રહ્યા છે, પરંતુ ભારતે પણ સ્પષ્ટ કર્યું છે કે તે પોતાના હિત સાથે કોઈ સમજૂતી નહીં કરે. આ બધાની વચ્ચે અમેરિકાએ સ્પષ્ટ કરી દીધું છે કે તે આ મુદ્દાને લઈને ભારત પર કોઈ પ્રતિબંધ લાદવાનું નથી. અમેરિકાએ ભારત પર પ્રતિબંધ લગાવવાની કેટલાક દેશોની માંગને ફગાવી દીધી છે.
પ્રેસ સાથે વાત કરતા, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ સેક્રેટરી (યુરોપિયન અને યુરેશિયન અફેર્સ) કેરેન ડોનફ્રાઈડે સ્પષ્ટ કર્યું કે અમેરિકા ભારત પર કોઈ પ્રતિબંધ લાદવાનું નથી. ભારત સાથેના અમારા સંબંધો ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમે યૂક્રેનને માનવતાવાદી સહાય પૂરી પાડવાના ભારતના પગલાને પણ આવકારીએ છીએ. તેમણે કહ્યું કે જે રીતે ભારત તરફથી રશિયા-યુક્રેન યુદ્ધ ખતમ કરવાની અપીલ કરવામાં આવી હતી, અમેરિકા પણ તેનું સ્વાગત કરે છે.
વાસ્તવમાં અમેરિકા રશિયાને આર્થિક રીતે ખૂબ જ નબળું બનાવી દેવા માંગે છે. તેથી જ તેનો ઉદ્દેશ્ય રશિયાના તેલ પુરવઠા પર વાર કરવાનો છે. પરંતુ જ્યારે આ મુદ્દે ભારત સાથે જોડાયેલા સંબંધોની વાત આવી તો અમેરિકાએ પ્રતિબંધો લગાવવાથી વધારે છેલ્લા કેટલાક વર્ષોમાં મજબૂત બનેલા સંબંધો પર ધ્યાન આપ્યું. આ મામલે અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે તે તેના કેટલાક નિયમોમાં ફેરફાર કરી શકે છે પરંતુ ભારતનો પક્ષ છોડી શકે નહીં.
આ સમાચાર પણ વાંચો : તુર્કીમાં આવવાનો છે વિનાશકારી ભૂકંપ.. આમને પહેલેથી જ ખબર હતી. આવી રીતના આપ્યું હતું એલર્ટ.. જુઓ વીડિયો
વિકાસ ગાથામાં મુખ્ય ભાગીદાર બનવા માંગે છે અમેરિકા
યુએસ ડિફેન્સ મિનિસ્ટ્રીના હેડક્વાર્ટર પેન્ટાગોને કહ્યું છે કે અમેરિકા માત્ર ભારતનું સુરક્ષા પાર્ટનર જ નહીં પરંતુ તેની અસાધારણ વૃદ્ધિની વાર્તામાં ‘પ્રમુખ ભાગીદાર’ પણ બનવા માંગે છે. પેન્ટાગોન પ્રેસ સેક્રેટરી બ્રિગેડિયર જનરલ પેટ્રિક રાઇડરે બુધવારે મહત્ત્વપૂર્ણ ઉભરતી તકનીકો પર તાજેતરમાં શરૂ કરાયેલ ભારત-યુએસ પહેલ અંગેના પ્રશ્નના જવાબમાં આ ટિપ્પણી કરી હતી.
રાયડરે કહ્યું, “અમેરિકા સરકાર, અમેરિકન ઉદ્યોગ અને અમારી યુનિવર્સિટીઓ તરફથી ઉચ્ચ સ્તરીય ભાગીદારી અભૂતપૂર્વ છે અને આ એ વાતનો મજબૂત સંકેત છે કે અમેરિકા ન માત્ર ભારતનું સુરક્ષા ભાગીદાર બનવા માંગે છે, પરંતુ ભારતની અસાધારણ વૃદ્ધિની વાર્તામાં પણ ભાગીદાર બનવા માંગે છે.” તેમણે કહ્યું કે સંરક્ષણ વિભાગ વ્હાઇટ હાઉસની આગેવાની હેઠળ ભારત અને યુએસ વચ્ચે ‘ઇનિશિયેટિવ ફોર ક્રિટિકલ એન્ડ ઇમર્જિંગ ટેક્નોલોજીસ’ (ICET) હેઠળ અન્ય વિવિધ યુએસ એજન્સીઓ અને ભાગીદારો સાથે કામ કરવા આતુર છે.