News Continuous Bureau | Mumbai
US President Joe Biden Video: અમેરિકાના રાષ્ટ્રપતિ જો બીડેનનો એક ચોંકાવનારો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં જો બીડેન ની હાલત જોઈને ઇન્ટરનેટ યુઝર્સ દંગ રહી ગયા છે. વાત જાણે એમ છે કે, ફ્રાન્સમાં ડી-ડેની 80મી વર્ષગાંઠ નિમિત્તે સ્ટેજ પર તેમની પાછળ ખુરશી પર બેસવાનો પ્રયાસ કરતી વખતે યુએસ પ્રમુખ જો બિડેન એક અજીબોગરીબ સ્થિતિમાં અટવાઈ ગયા હતા. બિડેન મૂંઝવણમાં મૂકાઈને બેસી જવાનો પ્રયાસ કરી રહ્યા છે જ્યારે ફર્સ્ટ લેડી જીલ બિડેન અને અન્ય મહાનુભાવો ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન અને તેમની પત્ની બ્રિજિટ મેક્રોન તેમની બાજુમાં ઉભા છે.
US President Joe Biden Video: જુઓ વિડીયો
In a viral video online, it is alleged that President Biden had an accident while on stage at the 80th anniversary of D-Day by honoring the bravery of the American World War II veterans
Jill Biden quickly lead Joe Biden away from the stage in France .
Emmanuel Macron stayed… pic.twitter.com/ZmnAbLfb1B— USA State Of Mind (@usastateofmind) June 7, 2024
US President Joe Biden Video: વિડિયો એડિટ કરવામાં આવ્યો ?
વાયરલ વીડિયો આગળ જોઈ શકાય છે કે, યુએસ પ્રેસિડેન્ટ બેસવા લાગ્યા કે તરત જ જીલ બિડેન પોતાનું મોઢું ઢાંકી દીધું અને તેમની સામે કંઈક ગણગણાટ કરતી જોવા મળી. બાદમાં તેમને બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ અને અન્ય લોકો ત્યાં જ રહ્યા હતા. યુઝર્સે દાવો કરી રહ્યા છે કે યુએસ ફર્સ્ટ લેડી તેમને ન બેસવાની સૂચના આપી રહી છે. જો કે, ઇન્ટરનેટ પર કેટલાક અન્ય લોકોએ દાવો કર્યો હતો કે વિડિયો એડિટ કરવામાં આવ્યો હતો અને એક લાંબી ક્લિપ શેર કરવામાં આવી છે, જેમાં અન્ય લોકો પણ સ્ટેજ પર મૂકવામાં આવેલી ખુરશીઓ પર બેઠેલા જોવા મળે છે.
આ સમાચાર પણ વાંચો : ECI : ECIએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને હિંસા મુક્ત મતદાન સમર્પિત કર્યું.
US President Joe Biden Video: તબિયતને લઈને પણ ચર્ચા છેડાઈ
નોંધનીય છે કે આ પહેલીવાર નથી જ્યારે અમેરિકન રાષ્ટ્રપતિ જાહેર મંચ પર મૂંઝવણમાં દેખાયા હોય. ગયા વર્ષે નવેમ્બરમાં, કેલિફોર્નિયામાં એક જૂથ ફોટો માટે એશિયા પેસિફિક ઇકોનોમિક કોઓપરેશન (APEC) નેતાઓ સાથે સ્ટેજ શેર કરતી વખતે તે મૂંઝવણમાં જોવા દેખાયા હતા. ફોટો માટે તેનું સ્થાન લેતા પહેલા તે પોતાનું નાક ઘસતા અને મૂંઝવણમાં જોઈ શકાય છે. જેના કારણે તેમની તબિયત અંગે પણ ચર્ચા જગાવી હતી.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)