US Iran Conflict 2026| અમેરિકાએ ઈરાનનો પ્રસ્તાવ ઠુકરાવ્યો! ભડકેલા ઈરાને ટ્રમ્પને આપી ચેતવણી ‘અમે ઝૂકવા તૈયાર નથી’, જાણો શું છે વિવાદ

US Iran Conflict 2026| ટ્રમ્પના શાંતિ પ્રસ્તાવ પર ઈરાની મીડિયાનો વળતો પ્રહાર; તેહરાને વળતર અને પ્રતિબંધો હટાવવાની માંગણીઓ સાથે મૂક્યો હતો નવો પ્લાન.

by Zalak Parikh
US Iran Conflict 2026| અમેરિકાએ ઈરાનનો પ્રસ્તાવ ઠુકરાવ્યો! ભડકેલા ઈરાને ટ્રમ્પને આપી ચેતવણી ‘અમે ઝૂકવા તૈયાર નથી’, જાણો શું છે વિવાદ

 

News Continuous Bureau | Mumbai

US Iran Conflict 2026| અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો તણાવ ઘટવાના બદલે વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના શાંતિ પ્રસ્તાવના જવાબમાં ઈરાને મોકલેલી દરખાસ્તને અમેરિકાએ નકારી કાઢી છે. આ અંગે ઈરાનના સરકારી મીડિયાએ તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે અમેરિકાની આ યોજના ‘ટ્રમ્પના લોભ સામે ઈરાનના આત્મસમર્પણ’ સમાન છે.

ઈરાને ટ્રમ્પની યોજનાને ગણાવી એકતરફી

ઈરાની મીડિયા સંસ્થાન એ પોતાના નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે તેહરાનની પ્રતિક્રિયા ‘ઈરાની રાષ્ટ્રના મૌલિક અધિકારો’ ની રક્ષા માટે છે. ઈરાનનું માનવું છે કે ટ્રમ્પનો પ્રસ્તાવ એકતરફી છે અને તે ઈરાનની સંપ્રભુતાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ છે. નિવેદનમાં વધુમાં ઉમેર્યું કે, “અહીં કોઈ ટ્રમ્પને ખુશ કરવા માટે પ્રસ્તાવ તૈયાર કરતું નથી. જો ટ્રમ્પ અમારા જવાબથી ખુશ નથી, તો તે સારી વાત છે.”

શું હતો ઈરાનનો પ્રસ્તાવ જે ટ્રમ્પે નકાર્યો?

IRIB ના અહેવાલ મુજબ, તેહરાને અમેરિકા સામે કેટલીક કડક શરતો મૂકી હતી. જેમાં યુદ્ધમાં થયેલા નુકસાનની ભરપાઈ, સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં અમેરિકન નાકાબંધી નાબૂદ કરવી, તેલ નિકાસની પરવાનગી આપવી અને લેબનોનમાં સીઝફાયર જેવી બાબતો સામેલ હતી. આ ઉપરાંત, ઈરાને તમામ અમેરિકન પ્રતિબંધો હટાવવા અને ફ્રીઝ કરાયેલી ઈરાની સંપત્તિઓને અનફ્રીઝ કરવાની પણ માંગ કરી હતી.

યુદ્ધ બાદની વાટાઘાટો અને નિયંત્રણની માંગ

ઈરાનના પ્રસ્તાવમાં એ બાબત પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર ઈરાનનું સંપૂર્ણ નિયંત્રણ હોવું જોઈએ. આ કરારને આખરી ઓપ આપવા માટે યુદ્ધ પછી ૩૦ દિવસની મંત્રણાનો પણ ઉલ્લેખ હતો. જોકે, અમેરિકાએ આ શરતોને અસ્વીકાર્ય ગણાવીને ફગાવી દીધી છે, જેના કારણે મધ્ય પૂર્વમાં ફરી એકવાર યુદ્ધના વાદળો ઘેરા બન્યા છે.

👉 આ સમાચાર વાચો:
Donald Trump China Visit 2026|દુનિયાની નજર આ મુલાકાત પર! ડોનાલ્ડ ટ્રમ્પની ચીન યાત્રાની તારીખ જાહેર; શી જિનપિંગ સાથેની બેઠકમાં લેવાશે કયા મોટા નિર્ણયો? જાણો પૂરો એજન્ડા

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More