ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 ઑગસ્ટ, 2021
શનિવાર
કાબુલ એરપોર્ટ ઉપર થયેલા સિરિયલ બ્લાસ્ટ માં 13 અમેરિકન સૈનિકો ના મોત થયા બાદ વળતી કાર્યવાહી માં અમેરિકાએ ડ્રોનથી અફઘાનિસ્તાનમાં ISISના અડ્ડાઓ પર હુમલો કર્યો છે.
અમેરિકાએ આ હુમલો પાકિસ્તાની સરહદ સાથે જોડાયેલા અફઘાનિસ્તાનના નાંગરહાર પ્રાંતમાં કર્યો છે.
સાથે એવો પણ દાવો કર્યો છે કે કાબુલ એરપોર્ટ પર થયેલા બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડ ISISના ખુરાસાન જૂથના એક આતંકવાદીને ઠાર માર્યો છે.
યુએસ સંરક્ષણ વિભાગના પ્રવક્તા કેપ્ટન બિલ અર્બને આ માહિતી આપી હતી. જ્યારે, અમેરિકાએ તેના નાગરિકોને તાત્કાલિક કાબુલ એરપોર્ટ પરથી ખસી જવા કહ્યું છે, કારણ કે ત્યાં આતંકી હુમલાનો ભય હોવાનું જણાવાયું છે.
આમ અમેરિકા દ્વારા વળતો હુમલો કરી આતંકીઓ ને કડક મેસેજ અપાયો છે.
પૂર અને ભૂસ્ખલનથી આ પાડોશી દેશના હાલ બેહાલ, ભારતે લંબાવ્યો મદદનો હાથ; આટલા કરોડની કરી મદદ