ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,28 જાન્યુઆરી 2022
શુક્રવાર.
યુક્રેનને લઈને અમેરિકા અને રશિયા વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન પહેલા જ રશિયાને ભયંકર પરિણામોની ચેતવણી આપી ચૂક્યા છે. આ દરમિયાન અમેરિકાના સેક્રેટરી ઑફ સ્ટેટ એન્ટની બ્લિંકને રશિયાને કહ્યું કે તેમનો દેશ યુક્રેન સંકટનો સામનો કરવા માટે બધી રીતે તૈયાર છે. રશિયામાં યુએસ એમ્બેસેડર જ્હોન સુલિવાન દ્વારા મોસ્કોમાં રશિયન સરકારને કેટલાક દસ્તાવેજો સોંપ્યાના થોડા સમય પછી બ્લિંકને વિદેશ મંત્રાલયના ‘ફોગી બોટમ’ હેડક્વાર્ટર ખાતે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ‘આ એક ગંભીર રાજદ્વારી માર્ગ ખોલે છે રશિયાએ પસંદ કરવુ જોઈએ.
અમારા દ્વારા આપવામાં આવેલા દસ્તાવેજાેમાં યુનાઇટેડ સ્ટેટ્સ, અમારા સહયોગીઓ અને પાર્ટનર્સની સુરક્ષાને નબળી પાડતી રશિયાની કાર્યવાહી અંગે ચિંતાનો સમાવેશ થાય છે. આમાં રશિયા દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતાઓનું સૈદ્ધાંતિક અને વ્યવહારુ મૂલ્યાંકન અને એના સામે અમારા પોતાના પ્રસ્તાવોનો સમાવેશ થાય છે જ્યાં આપણે કોઈ વચ્ચેનો રસ્તો શોધી શકીએ.”
બ્લિંકને કહ્યું “અમે સ્પષ્ટ કરવા માગીએ છીએ કે એવા ઘણા સિદ્ધાંતો છે કે જેને અમે સમર્થન અને રક્ષણ આપવા માટે પ્રતિબદ્ધ છીએ,” આમાં યુક્રેનની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા જાળવવી અને દેશોને તેમની સુરક્ષા વ્યવસ્થા અને જાેડાણો અંગે ર્નિણય લેવાનો અધિકાર આપવાનો સમાવેશ થાય છે. અમે યુક્રેનમાં સેન્ય દળોની તૈનાતીની સ્થિતિ તેમજ યુરોપમાં લશ્કરી કવાયત અને દાવપેચના સંદર્ભમાં વિશ્વાસ વધારવાના સંભવિત પરસ્પર પારદર્શક પગલાં વિશે પણ વાત કરી છે.
એન્ટોની બ્લિંકને કહ્યું, અમે રાજદ્વારી માર્ગને પ્રાધાન્ય આપીએ છીએ અને જાે રશિયા યુક્રેન પ્રત્યેની તેની આક્રમકતા ઘટાડે, ઉશ્કેરણીજનક પગલા બંધ કરે અને યુરોપમાં સુરક્ષાના ભાવિ પર પારસ્પરિક ભાવનાથી ચર્ચા કરે તો અમે આગળ વધવા તૈયાર છીએ. વિદેશ મંત્રીએ કહ્યું કે, અમે તેમનો અભિપ્રાય માંગ્યો છે અને તેને રશિયાને સોંપવામાં આવેલા અંતિમ દસ્તાવેજમાં સામેલ કરવામાં આવ્યો છે.
બ્લિંકનના નિવેદનના થોડા સમય પછી, નાટોના સેક્રેટરી જનરલ જેન્સ સ્ટોલ્ટનબર્ગે બ્રસેલ્સમાં જણાવ્યું હતું કે ગઠબંધને રશિયાને સંદેશાવ્યવહારમાં સુધારો કરવા, લશ્કરી ઘટનાઓ અથવા અકસ્માતોને ટાળવાના માર્ગોની તપાસ કરવા અને શસ્ત્ર નિયંત્રણ અંગે ચર્ચા કરવા કહ્યું હતું. ઓફર સાથે એક અલગ જવાબ પણ મોકલ્યો હતો જેમાં જણાવ્યું હતું કે અમે તે સિદ્ધાંતો સાથે સમાધાન કરી શકતા નથી અને કરીશું નહીં કે જેના પર અમારા જાેડાણની સુરક્ષા અને યુરોપ અને ઉત્તર અમેરિકાની સુરક્ષા નિર્ભર છે.