ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,
મુંબઈ
10 ફ્રેબ્રુઆરી 2021
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ ની વિરુદ્ધમાં મતદાન થઇ ચૂકયું છે. મળતી માહિતી મુજબ અમેરિકાની સેનેટે 56 વિરુદ્ધ 44 મતોથી નિર્ણય કર્યો છે કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ની વિરુદ્ધમાં મહાભિયોગ ચાલશે. વાત એમ છે કે છઠ્ઠી જાન્યુઆરીએ 13 મિનિટની એક વીડિયો ક્લિપ જાહેર કરવામાં આવી છે જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ લોકોને ઉશ્કેરતા જોવા મળી રહ્યા છે.
સેનેટમાં ડોનાલ્ડ ટ્રમ્પની ટીમે પોતાની દલીલો પ્રસ્તુત કરી હતી અને ત્યારબાદ મતદાન થયું હતું.
આમ ડોનાલ્ડ ટ્રમ્પ એ અમેરિકા ના એવા પહેલા રાષ્ટ્રપતિ બન્યા છે જેની વિરુદ્ધમાં બે વખત મહાભિયોગનો પ્રસ્તાવ ચાલશે.