US Senators Slam JD Vance જેડી વેન્સના નિવેદનથી અમેરિકી સંસદમાં હોબાળો; ઓસામા બિન લાદનનો ઉલ્લેખ કરીને પાકિસ્તાનને ઘેર્યું

US Senators Slam JD Vance સ્વિટ્ઝર્લેન્ડ શાંતિ વાર્તા દરમિયાન વેન્સે પાક આર્મી ચીફ અસીમ મુનીરને પોતાના ફેવરિટ ગણાવ્યા હતા; રિપબ્લિકન સીનેટરોએ ભૂતકાળનો આતંકી ઈતિહાસ યાદ કરાવી લીધો આડેહાથ

by kalpana Verat
US Senators Slam JD Vance  જેડી વેન્સના નિવેદનથી અમેરિકી સંસદમાં હોબાળો; ઓસામા બિન લાદનનો ઉલ્લેખ કરીને પાકિસ્તાનને ઘેર્યું

News Continuous Bureau | Mumbai

US Senators Slam JD Vance સ્વિટ્ઝર્લેન્ડમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી હાઈપ્રોફાઈલ શાંતિ વાર્તામાં પાકિસ્તાનની મધ્યસ્થી અને અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સના (JD Vance) ‘પાકિસ્તાન પ્રેમ’ પર ખુદ અમેરિકી સીનેટરોએ જ મોરચો ખોલી દીધો છે. પાકિસ્તાન દ્વારા આતંકવાદીઓને આશ્રય આપવા અને ઓસામા બિન લાદનને વર્ષો સુધી છુપાવવાના કાળા ઈતિહાસનો હવાલો આપીને અમેરિકી સીનેટરોએ ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સની જાહેરમાં આકરી ટીકા કરી છે અને પાકિસ્તાન પર આંધળો વિશ્વાસ ન કરવાની ચેતવણી આપી છે.

US Senators Slam JD Vance – મારી જીંદગીમાં બે જ મહત્વના લોકો- એક ભારતીય પત્ની અને બીજા જનરલ મુનીર: વેન્સ

આ સમગ્ર વિવાદની શરૂઆત સ્વિટ્ઝર્લેન્ડમાં વાર્તા દરમિયાન જેડી વેન્સના એક નિવેદનથી થઈ હતી. વેન્સે પાકિસ્તાની પ્રતિનિધિમંડળની હાજરીમાં કહ્યું હતું કે, “અમે પાકિસ્તાનને પ્રેમ કરીએ છીએ. ઇસ્લામાબાદમાં વડાપ્રધાન અને ફિલ્ડ માર્શલ અસીમ મુનીરે (Asim Munir) જે રીતે અમારું સ્વાગત કર્યું ત્યારથી હું મજાકમાં કહું છું કે મારી જીંદગીમાં બે ખૂબ જ મહત્વપૂર્ણ લોકો છે- એક ઇન્ડિયન અને એક પાકિસ્તાની. ઇન્ડિયન મારી પત્ની (ઉષા ચિલુકુરી વેન્સ) છે અને પાકિસ્તાની ફિલ્ડ માર્શલ મુનીર છે.” વેન્સના આ નિવેદન બાદ અમેરિકાની રિપબ્લિકન પાર્ટીના જ બે વરિષ્ઠ સીનેટરો તેમની સામે ભડક્યા હતા.

US Senators Slam JD Vance – પાકિસ્તાન અને કતારનો આતંકવાદીઓને પનાહ આપવાનો લાંબો ઈતિહાસ

અમેરિકી સીનેટર રિક સ્કોટે (Rick Scott) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર જેડી વેન્સ પર પ્રહાર કરતા લખ્યું કે, “હવે દરેકને સ્પષ્ટ થઈ જવું જોઈએ કે વાસ્તવમાં આપણા સાચા મિત્રો કોણ છે. કતાર અને પાકિસ્તાનનો આતંકવાદી સંગઠનોને પનાહ આપવાનો ઘણો લાંબો અને કાળો ઈતિહાસ રહ્યો છે. હાલમાં તેઓ કોઈ કાયમી શાંતિ સ્થાપવાને બદલે ઈરાનના દાયકાઓ જૂના આતંકી અભિયાનને અપ્રત્યક્ષ રીતે ટેકો આપી રહ્યા હોય તેવું લાગે છે.” સ્કોટે ઉમેર્યું કે ઈરાન પરમાણુ હથિયાર ન બનાવે તે માટે અમેરિકાએ કડક વલણ રાખવું પડશે.

US Senators Slam JD Vance – પાકિસ્તાને ૧૦ વર્ષ સુધી ઓસામા બિન લાદનને છુપાવ્યો: સીનેટર ટિમ શીહી

બીજી તરફ, મોન્ટાનાના સીનેટર ટિમ શીહીએ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI ની પોલ ખોલતા કહ્યું કે, “આપણે એ ન ભૂલવું જોઈએ કે પાકિસ્તાને અલ-કાયદાના ચીફ ઓસામા બિન લાદનને (Osama bin Laden) ૧૦ વર્ષ સુધી પોતાના દેશમાં છુપાવી રાખ્યો હતો. તેમણે આઈએસઆઈ વીમાના નામે આતંકવાદીઓને ફંડિંગ પૂરું પાડ્યું છે અને અમેરિકી સૈન્ય સામે બગાવત કરાવી છે. આથી તેઓ માત્ર એક મધ્યસ્થી (બિચોલિયા) છે તેવું માનવું મોટી ભૂલ હશે.” શીહીએ માંગ કરી કે અમેરિકાએ પાકિસ્તાનના બદલે યુએઈ (UAE), ઈઝરાયેલ અને સાઉદી અરેબિયા જેવા તેના અસલી સાથીદારોને આ શાંતિ વાર્તાના ટેબલ પર લાવવા જોઈએ.

👉 આ સમાચાર વાચો:
Indian Stock Market Fall બજારમાં રેડ સિગ્નલ! સેન્સેક્સ ૧૮૦ પોઈન્ટ ગગડ્યો, IT દિગ્ગજોના કડાકાથી રોકાણકારોના કરોડો ધોવાયા

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More