News Continuous Bureau | Mumbai
India-US Trade Deal: ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં ફરીથી સુધારો થવાની આશા છે. ટેરિફ વિવાદના કારણે બંને દેશો વચ્ચે જે અંતર વધ્યું હતું, તેને હવે ઘટાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈને ફરી એકવાર વાટાઘાટો શરૂ થશે. બંને દેશના અધિકારીઓ મંગળવારે નવી દિલ્હીમાં એક ઉચ્ચ-સ્તરીય બેઠક કરશે, જેમાં વેપારના મુદ્દાઓને ઉકેલવાનો પ્રયાસ કરવામાં આવશે.
ટ્રમ્પે લગાવ્યો હતો 50% ટેરિફ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય ચીજવસ્તુઓ પર 50% ટેરિફ લાદી દીધો હતો, જેના કારણે બંને દેશો વચ્ચેના વેપારી સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી. આ ટેરિફ વિવાદને કારણે ટ્રેડ ડીલ પરની છઠ્ઠા રાઉન્ડની વાટાઘાટો પણ સ્થગિત થઈ ગઈ હતી. ટ્રમ્પે શરૂઆતમાં 25% ટેરિફ લગાવ્યો હતો અને બાદમાં રશિયા પાસેથી તેલ ખરીદવાને કારણે વધુ 25% ટેરિફ વધારી દીધો હતો. આ નિર્ણયથી બંને દેશો વચ્ચેનું અંતર વધી ગયું હતું અને ટ્રેડ ડીલ પર કોઈ વાત આગળ વધી ન હતી.
આ સમાચાર પણ વાંચો : Amitabh Bachchan: 43 વર્ષ જૂની એક ભૂલ, આજે પણ ભોગવી રહ્યા છે અમિતાભ બચ્ચન, ‘કુલી’ ના સેટ પર થયેલી ઘટના બાદ બિગ બી થયા હતા આ બીમારી ના શિકાર
ટ્રમ્પના ખાસ અધિકારી બ્રેન્ડન લિંચ ભારત આવશે
India-US Trade Deal: ટ્રેડ ડીલને લઈને વાતચીત ફરી શરૂ કરવા માટે, ટ્રમ્પના ખાસ અધિકારી અને અમેરિકાના ચીફ નેગોશિયેટર બ્રેન્ડન લિંચ ભારત આવી રહ્યા છે. આ મામલે ભારતના મુખ્ય વાટાઘાતકાર અને વાણિજ્ય મંત્રાલયના વિશેષ સચિવ રાજેશ અગ્રવાલે જણાવ્યું કે, “અમેરિકન ટીમ મંગળવારે (16 સપ્ટેમ્બર) ભારતીય વાટાઘાતકારોને મળશે. આ બેઠક બાદ જ સ્થિતિ સ્પષ્ટ થશે. આ કોઈ છઠ્ઠા રાઉન્ડની વાટાઘાટ નથી, પરંતુ વેપાર સંબંધિત ચર્ચાનો જ એક ભાગ છે.”
અત્યાર સુધી શું થયું?
ભારત અને અમેરિકા વચ્ચે માર્ચ 2025થી અત્યાર સુધીમાં પાંચ રાઉન્ડની વાટાઘાટો થઈ ચૂકી છે, પરંતુ છઠ્ઠા રાઉન્ડની વાટાઘાટો ટેરિફ વિવાદને કારણે અટકી ગઈ હતી.
માર્ચ 2025: બંને દેશો વચ્ચે પ્રથમ વાટાઘાટો થઈ.
2 એપ્રિલ 2025: ટ્રમ્પે તમામ દેશો પર 10% બેઝલાઇન ટેરિફની જાહેરાત કરી, જેના કારણે ભારત પર કુલ 26% ટેરિફ લાગ્યો.
21 એપ્રિલ 2025: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જેડી વેન્સ સાથે મુલાકાત થઈ.
14 જુલાઈથી 18 જુલાઈ 2025: ભારત-અમેરિકા વચ્ચે પાંચમાં રાઉન્ડની વાટાઘાટો થઈ, જેના પછી ટેરિફ વધારવામાં આવ્યો.