મોટા સમાચાર : અમેરિકાની સુપ્રીમ કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પ ની ચૂંટણી રદ કરવાની અરજી ફગાવી દીધી
ડોનાલ્ડ ટ્રમ્પ ને બહુ મોટો ઝટકો લાગ્યો છે, અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી રદ કરવા માટેની જે અરજી દાખલ કરી હતી તેને અમેરિકાની સુપ્રીમ કોર્ટે નકારી દીધી છે
આ અરજીને 18 રાજ્યના એટર્ની જનરલ અને 106 અમેરિકી સાંસદો એ પોતાનું સમર્થન આપ્યું હતું
પોતાના ચૂકાદામાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે આ અરજીને યોગ્ય કાયદાકીય પીઠબળ નથી
આ ઉપરાંત અમેરિકાની સુપ્રીમ કોર્ટે પેન્સિલવેનિયામાં થયેલી મતગણતરીને રદ કરવાના દાવાને પણ ખરીજ કરી નાખ્યો છે