457
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 ઓગસ્ટ, 2021
ગુરુવાર
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને અફઘાનિસ્તાનમાંથી પોતાની સેના પાછી ખેંચવા અંગે મોટું નિવેદન આપ્યું છે.
બાઈડને કહ્યું છે કે જ્યાં સુધી અફઘાનિસ્તાનમાં રહેતા દરેક અમેરિકન નાગરિકને ત્યાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં નહીં આવે ત્યાં સુધી તેમની સેના પરત નહીં આવે. ભલે આ માટે અમારે તાલિબાનના કબજાવાળા શહેર કાબુલમાં 31 ઓગસ્ટના નિર્ધારિત સમય કરતા વધારે સમય માટે કેમ ન રહેવું પડે.
જોકે, બાઈડને અમેરિકન સૈનિકો માટે ત્યાં રહેવાની આ સમય મર્યાદા કેવી રીતે વધશે તે અંગે કોઈ માહિતી આપી નથી.
ઉલ્લેખનીય છે કે અમેરિકાએ 31 ઓગસ્ટ સુધીમાં સેના પાછી ખેંચવાની જાહેરાત કરી હતી, ત્યારબાદ તાલિબાનોએ અફઘાનિસ્તાન પર ઝડપથી કબજો કરી લીધો છે.
મુંબઈ મનપાનો ગજબ કારભાર, બે મહિનામાં માત્ર આટલા જ ઑક્સિજન પ્લાન્ટ ઊભા કર્યા; જાણો વિગત
You Might Be Interested In