News Continuous Bureau | Mumbai
US-UK Attack in Yemen: યમનના દક્ષિણ-પશ્ચિમ પ્રાંત તાઈઝમાં યુએસ-બ્રિટિશ યુનિટે દ્વારા ફરી હવાઈ હુમલામાં ( air attack ) એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. તો તેના પરિવારના છ સભ્યો ઘાયલ થયા હતા. એક મીડિયા રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. “યુએસ-બ્રિટિશ યુનિટે ( US-British Unit ) મકબાના જિલ્લાના શમીર વિસ્તારમાં અને તાઈઝ પ્રાંતના હૈફાન જિલ્લામાં સંચાર નેટવર્કને નિશાન બનાવ્યું હતું,” યમનની હુથી-નિયંત્રિત સબાહ ન્યૂઝ એજન્સીએ રવિવારે આ માહિતી આપી હતી.
આ ન્યુઝ એજન્સીએ ઉત્તર-પશ્ચિમ પ્રાંતના હજ્જાના એબ્સ જિલ્લામાં પણ હવાઈ હુમલાની જાણ કરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ,રાજધાની સનામાં લશ્કરી મથકોને નિશાન બનાવીને એક ડઝનથી વધુ હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. યુએસ સેન્ટ્રલ કમાન્ડે ( US Central Command ) રવિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું હતું કે તેના દળો અને સહયોગીઓએ શનિવારે હુથી જૂથની ( Houthi Rebels ) 18 લશ્કરી જગ્યાઓને નિશાન બનાવ્યા હતા.
આ હુમલાનો ઉદેશ્ય લાલ સમુદ્ર, બાબ અલ-મંડબ સ્ટ્રેટ અને એડનના અખાતમાં જહાજો પર હુમલા રોકવાનો છે..
યુએસ સેન્ટ્રલ કમાન્ડે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, આ હુમલાનો ઉદેશ્ય લાલ સમુદ્ર, બાબ અલ-મંડબ સ્ટ્રેટ અને એડનના અખાતમાં આંતરરાષ્ટ્રીય વ્યાપારી અને અમેરિકન ( US ) અને બ્રિટિશ ( UK ) જહાજો પર હૂથીના હુમલાઓને રોકવાનો હતો. સિન્હુઆ ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો છે કે આ હુમલાઓના જવાબમાં, હુથિઓએ હવે વધુ હુમલાઓ કરવાની પ્રતિજ્ઞા લીધી. એક મીડિયા રિપોર્ટ્ અનુસાર અમેરિકન અને બ્રિટિશ દળોએ રાજધાની સના પર શ્રેણીબદ્ધ હુમલા કર્યા છે.
આ સમાચાર પણ વાંચો : Maratha Reservation: મનોજ જરાંગેએ હવે મુંબઈ જવાની તેની યોજના રદ્દ કરી, મરાઠા આરક્ષણ મુદ્દે 3 જિલ્લામાં ઈન્ટરનેટ બંધ, અંબડમાં કર્ફ્યું લાદયું.
હાલ અમેરિકન અને બ્રિટિશ દળો હુથી વિદ્રોહીઓ સામે સતત હુમલા કરી રહ્યા છે. હકીકતમાં, હુથિઓ યમનના સૌથી વધુ વસ્તીવાળા ભાગોને નિયંત્રિત કરે છે. તેઓએ કહ્યું છે કે જહાજો પરના તેમના હુમલા પેલેસ્ટાઈનીઓ સાથે એકતા દર્શાવવા માટે છે. યુએસ ડિફેન્સ સેક્રેટરી લોયડ ઓસ્ટીને કહ્યું કે આ હુમલાઓનો હેતુ ઈરાન સમર્થિત હુથી વિદ્રોહીઓની ક્ષમતાઓને નબળી કરવાનો છે.