News Continuous Bureau | Mumbai
અમેરિકી રાષ્ટ્રપતિ કાર્યાલય વ્હાઇટ હાઉસ તરફથી આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું કે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ કોરોના સંક્રમિત થયા છે. જોકે સ્પષ્ટતા કરવામાં આવી છે કે રાષ્ટ્રપતિ જો બાઇડેન કમલા હેરિસના સંપર્કમાં આવ્યા નથી, તેથી તે સુરક્ષિત છે. હાલ વ્હાઈટ હાઉસમાં સાવચેતી રાખવામાં આવી રહી છે. વ્હાઇટ હાઉસે છેલ્લા કેટલાક દિવસમાં ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ જે લોકોને મળ્યા છે તે બધાને કોરોના ટેસ્ટ કરાવવાની સલાહ આપી છે. કોરોના વાયરસ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ કમલા હેરિસે ખુદને ક્વોરેન્ટાઈન કરી લીધા છે. ડોક્ટરોએ તેમને આરામ કરવાની સલાહ આપી છે. કમલા હેરિસમાં કોરોનાના ગંભીર લક્ષણ જોવા મળ્યા નથી. પરંતુ હજુ સુધી વધુ જાણકારી સામે આવી નથી.
આ સમાચાર પણ વાંચો : કોણ છે એલન મસ્ક? શી રીતે એક સફળ બિઝનેસમેન તરીકે ઉભરી આવ્યા? જાણો તેમના જીવનની કહાણી.