US vs Iran: અમેરિકા vs ઈરાન: હોર્મુઝ સ્ટ્રેટમાં નાકાબંધીથી ઈરાનની કમર તૂટી, જાણો ભારત સહિત દુનિયા પર શું થશે અસર

પાકિસ્તાનમાં શાંતિ વાર્તા નિષ્ફળ જતાં ટ્રમ્પનું આકરૂં વલણ; ઈરાનના 90% વ્યાપાર પર લાગશે બ્રેક, દરરોજ 435 મિલિયન ડોલરની આવક રાતોરાત બંધ થવાની ભીતિ.

by Akash Rajbhar
US vs Iran Hormuz blockade to cost Iran ₹4000 crore daily Trade lifeline in deep crisis after failed peace talks

News Continuous Bureau | Mumbai

 અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ હવે ‘આર્થિક યુદ્ધ’ માં પરિવર્તિત થયો છે. પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં થયેલી શાંતિ વાટાઘાટો નિષ્ફળ રહ્યા બાદ, ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાની બંદરોની નાકાબંધી (Maritime Blockade) કરવાનો કડક નિર્ણય લીધો છે. ૧૩ એપ્રિલ સોમવારથી જ અમલી બનેલા આ નિર્ણયને કારણે ઈરાનની ‘ટ્રેડ લાઈફલાઈન’ ગણાતી હોર્મુઝની સામુદ્રધૂનીમાં સંકટ ઉભું થયું છે.નિષ્ણાતોના મતે, અમેરિકાના આ પગલાથી ઈરાનને દરરોજ આશરે ૪૩૫ મિલિયન ડોલર (આશરે ૪૦૦૦ કરોડ રૂપિયાથી વધુ) નું નુકસાન વેઠવું પડી શકે છે. આ ઈરાની અર્થતંત્ર પર સીધો અને જીવલેણ હુમલો માનવામાં આવે છે.

ઈરાનનો 90% વ્યાપાર જોખમમાં

પોલીસી એક્સપર્ટ અને FDD ના સીનિયર ફેલો મિયાદ માલેકીએ આ આર્થિક સંકટની ભયાનક તસવીર રજૂ કરી છે:દરરોજ લગભગ ૨૭૬ મિલિયન ડોલરની નિકાસ અટકી જશે.દરરોજ ૧૫૯ મિલિયન ડોલરની આયાત પ્રભાવિત થશે. ઈરાનનો વાર્ષિક વ્યાપાર આશરે ૧૦૯.૭ અબજ ડોલરનો છે, જેનો ૯૦% હિસ્સો પર્શિયન ગલ્ફ (ફારસની ખાડી) માંથી પસાર થાય છે.

આ સમાચાર પણ વાંચો :  UP Govt Minimum Wage Hike 2026: શ્રમિકોના આક્રોશ સામે ઝૂકી સરકાર! લઘુત્તમ વેતનમાં ધરખમ વધારાની જાહેરાત, 1 એપ્રિલથી કામદારોના ખિસ્સા ભરાશે

ઓઈલ અને ગેસની આવક રાતોરાત બંધ થશે

ઈરાનની જીડીપી (GDP) નો ચોથો ભાગ તેલ અને ગેસની નિકાસ પર નિર્ભર છે. અમેરિકી નાકાબંધીને કારણે આ આવક રાતોરાત શૂન્ય થઈ શકે છે:ઈરાન દરરોજ ૧૫ લાખ બેરલ તેલની નિકાસ કરે છે, જેનાથી તેને ૧૩૯ મિલિયન ડોલરની રોજની આવક થાય છે. ઈરાનની ૯૨% તેલ નિકાસ સંભાળતું ખાર્ગ આઈલેન્ડ પણ હવે અમેરિકી નાકાબંધીના પ્રભાવ હેઠળ છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે સ્પષ્ટ કર્યું છે કે ઈરાની બંદરો પર આવતા-જતા તમામ દેશોના જહાજો પર આ નાકાબંધી લાગુ થશે.

વૈશ્વિક અસર અને તેલના ભાવ

જોકે, અમેરિકાએ રાહત આપતા જણાવ્યું છે કે જે જહાજો બિન-ઈરાની બંદરો તરફ જઈ રહ્યા છે તેમને રોકવામાં આવશે નહીં. પરંતુ ઈરાન માટે આ સ્થિતિ અત્યંત ગંભીર છે. ઈસ્લામાબાદમાં ૨૧ કલાક ચાલેલી બેઠક બાદ અમેરિકી ઉપ-રાષ્ટ્રપતિ જેડી વેન્સે આને ઈરાન માટે ‘ખરાબ સમાચાર’ ગણાવ્યા હતા. હવે જોવાનું એ રહેશે કે ઈરાન આ આર્થિક ચોક-પોઈન્ટનો સામનો કેવી રીતે કરે છે.

 

Join Our WhatsApp Channel

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More