ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 31 ઑગસ્ટ, 2021
મંગળવાર
આખરે જાહેરાત મુજબ અફઘાનિસ્તાનમાં અમેરિકાની બે દાયકાની હાજરી વિદાય સુધી પહોંચી ગઈ છે.
અફઘાનિસ્તાનમાં બે દાયકાના યુદ્ધનો અંત આવી રહ્યો છે ત્યારે તાલિબાનના ઉદયથી અનેક સમીકરણો બદલાઈ રહ્યાં છે.
જેવું અમેરિકાનું છેલ્લું વિમાન લોકોને લઈને રવાના થયું કાબુલ હવાઈમથકે જશ્ન તરીકે ગોળીબાર કરવામાં આવ્યો, કાબુલની સડકો પર તાલિબાનની ઉજવણીના સમાચાર પણ છે.
તાલિબાન સાથેની સંધિ અનુસાર 31 ઑગસ્ટ સુધી અમેરિકાએ સેના પાછી ખેંચી લેવાની હતી.
14 ઑગસ્ટથી અત્યાર સુધી અમેરિકાએ 6,000 અમેરિકન સૈનિકો સહિત 1,23,000 લોકોને અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢ્યા છે.
અમેરિકાના સહયોગી દેશોએ પણ હજારોની સંખ્યામાં લોકોને અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢ્યા છે. જોકે, આ દેશો માટે કામ કરનાર અનેક લોકો અફઘાનિસ્તાનમાં ફસાયેલા છે અને તેઓ તાલિબાનને નિશાને આવી શકે છે.