News Continuous Bureau | Mumbai
USIran Peace Deal અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરારની જાહેરાત કર્યા બાદ હવે આ ઐતિહાસિક ડીલની વિગતવાર 14 મોટી શરતો સામે આવી છે. આ શરતો મુજબ બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં મોટો બદલાવ આવશે અને લાંબા સમયથી બંધ પડેલો હોર્મુઝ સ્ટ્રેટ ફરી ખુલી જશે.
US-Iran Peace Deal – ઓબામા સમયના કરાર સાથે ટ્રમ્પે કરી સરખામણી, 24 અબજ ડોલરનું ફંડ થશે મુક્ત
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર આ કરારની પુષ્ટિ કરતા પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના સમયના કરાર સાથે તેની સરખામણી કરી છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે આ નવો કરાર ઈરાનને પરમાણુ હથિયાર બનાવતા સંપૂર્ણપણે રોકશે. કરારની મુખ્ય શરતો મુજબ, આગામી 60 દિવસની વાતચીત દરમિયાન ઈરાનના ફ્રીઝ થયેલા 24 અબજ ડોલર મુક્ત કરવામાં આવશે, જેમાંથી 12 અબજ ડોલર તો સત્તાવાર ચર્ચા શરૂ થાય તે પહેલા જ આપી દેવાશે. આ ઉપરાંત ઈરાન પર તેલ અને પેટ્રોકેમિકલ્સના નિકાસ પર લાગેલા તમામ પ્રતિબંધો પણ હટાવી લેવામાં આવશે અને તેને પોતાના નાણાકીય સંસાધનોનો સંપૂર્ણ ઉપયોગ કરવાની છૂટ મળશે.
US-Iran Peace Deal – સૈન્ય નાકાબંધી હટશે અને લેબનાન સહિતના તમામ મોરચે યુદ્ધનો અંત આવશે
આ કરારની સૌથી મોટી અસર યુદ્ધના મેદાન પર જોવા મળશે કારણ કે લેબનાન સહિતના તમામ મોરચે ચાલી રહેલી સૈન્ય કાર્યવાહી તાત્કાલિક અને કાયમ માટે બંધ કરી દેવામાં આવશે. અમેરિકા આગામી 30 દિવસની અંદર દરિયાઈ નાકાબંધી સંપૂર્ણપણે હટાવી લેશે અને અમેરિકી સેના ઈરાનની આસપાસના વિસ્તારોમાંથી પાછી ખેંચાશે. સૌથી મહત્વનો વેપારી માર્ગ ગણાતો હોર્મુઝ સ્ટ્રેટ ઈરાનની વ્યવસ્થા હેઠળ 30 દિવસમાં ફરીથી ખોલવામાં આવશે. તેની સામે ઈરાને પરમાણુ અપ્રસાર સંધિ હેઠળ પરમાણુ હથિયાર ન બનાવવાનો પોતાનો વાદો ફરીથી દોહરાવવો પડશે.
US-Iran Peace Deal – અમેરિકા ઈરાનના પુનઃનિર્માણ માટે આપશે મોટું પેકેજ, આ બાબતો કરારથી બહાર
આ શાંતિ સમજૂતી હેઠળ અમેરિકા અને તેના સાથી દેશોએ ઈરાનના પુનઃનિર્માણ માટે અંદાજે 300 અબજ ડોલરની યોજનાઓ રજૂ કરવી પડશે અને અમેરિકા ઈરાનની સાર્વભૌમત્વનું સન્માન કરશે તેમજ તેની આંતરિક બાબતોમાં દખલગીરી નહીં કરે. આ સમગ્ર પ્રક્રિયા પર નજર રાખવા માટે એક ખાસ મોનિટરિંગ સિસ્ટમ તૈયાર કરાશે અને અંતિમ સમજૂતીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની મંજૂરી અપાશે. જોકે, સૌથી મહત્વની વાત એ છે કે ઈરાનનો મિસાઈલ પ્રોગ્રામ અને તેના અન્ય રેઝિસ્ટન્સ ગ્રૂપ્સ એટલે કે પ્રતિરોધક જૂથોને મળતું સમર્થન આ કરારનો ભાગ નથી, એટલે કે તેના પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં. ઈરાની મીડિયા મુજબ જ્યાં સુધી 12 અબજ ડોલર મુક્ત નહીં થાય અને તેલ પરના પ્રતિબંધો નહીં હટે ત્યાં સુધી અંતિમ વાતચીત શરૂ કરવામાં આવશે નહીં.
👉 આ સમાચાર વાચો:
USIran Peace Deal ક્રૂડ ઓઇલ માર્કેટમાં મોટો કડાકો! વૈશ્વિક શાંતિ વચ્ચે તેલના ભાવ ૪ ટકા તૂટ્યા, શું ભારતીય વાહનચાલકોને મળશે મોટી રાહત?