Site icon News Continuous Bureau | Mumbai

USIran Tension| હોર્મુઝની સામુદ્રધુનીમાં હલચલ! ૩૦ દિવસના યુદ્ધવિરામ માટે મંત્રણા શરૂ, જાણો ભારત પર શું થશે અસર

USIran Tension| વૈશ્વિક તેલ સપ્લાય માટે મહત્વના દરિયાઈ માર્ગને ખોલવા પર બંને દેશો વચ્ચે સમજૂતીના સંકેત; પરમાણુ કાર્યક્રમ અને પ્રતિબંધો પર થશે ચર્ચા.

USIran Tension| હોર્મુઝની સામુદ્રધુનીમાં હલચલ! ૩૦ દિવસના યુદ્ધવિરામ માટે મંત્રણા શરૂ, જાણો ભારત પર શું થશે અસર

USIran Tension| હોર્મુઝની સામુદ્રધુનીમાં હલચલ! ૩૦ દિવસના યુદ્ધવિરામ માટે મંત્રણા શરૂ, જાણો ભારત પર શું થશે અસર

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

USIran Tension| ઈરાન અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા તણાવને હળવો કરવા માટે હવે આંતરરાષ્ટ્રીય સ્તરે મોટા સમાચાર સામે આવ્યા છે. ‘ધ ન્યૂયોર્ક ટાઇમ્સ’ના અહેવાલ મુજબ, બંને દેશો વચ્ચે એક વચગાળાની સમજૂતી માટે મંત્રણા ચાલી રહી છે. આ સમજૂતી હેઠળ આગામી ૩૦ દિવસ સુધી સૈન્ય ગતિવિધિઓ રોકવા અને વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ વેપાર માર્ગો પૈકીના એક એવા ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (Strait of Hormuz) ને ફરીથી વ્યાપારી જહાજો માટે ખોલવાની તૈયારીઓ થઈ રહી છે.

30 દિવસના યુદ્ધવિરામનો મુસદ્દો તૈયાર

અહેવાલ મુજબ, ઈરાની અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે હાલમાં એક પાનાનો પ્રારંભિક ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ પ્રસ્તાવનો મુખ્ય ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચેના સંઘર્ષને અસ્થાયી રૂપે અટકાવવાનો છે, જેથી ભવિષ્યમાં કોઈ કાયમી સમજૂતી પર પહોંચી શકાય. આ ૩૦ દિવસ દરમિયાન બંને દેશોના પ્રતિનિધિઓ વ્યાપક સમજૂતી માટે વાતચીત ચાલુ રાખશે. જોકે, હજુ પણ ડ્રાફ્ટની શરતો અને ભાષાને લઈને મંત્રણા ચાલી રહી છે.

પરમાણુ કાર્યક્રમ સૌથી મોટો અવરોધ

મંત્રણામાં સૌથી જટિલ મુદ્દો ઈરાનનો પરમાણુ કાર્યક્રમ છે. અમેરિકા ઈચ્છે છે કે ઈરાન તેના ઉચ્ચ સ્તરે સંવર્ધિત યુરેનિયમનો જથ્થો સોંપી દે અને આગામી ૨૦ વર્ષ સુધી પરમાણુ પ્રવૃત્તિઓ બંધ રાખે. તેની સામે ઈરાને વૈકલ્પિક પ્રસ્તાવ મૂક્યો છે કે તે યુરેનિયમનો જથ્થો કોઈ ત્રીજા દેશને (સંભવિત રશિયાને) સોંપવા અને ૧૦ થી ૧૫ વર્ષ સુધી સંવર્ધન રોકવા તૈયાર છે. ઈરાનના ત્રણ પરમાણુ કેન્દ્રોના ભવિષ્ય અંગે હજુ સુધી કોઈ આખરી નિર્ણય લેવાયો નથી.

હોર્મુઝ ખુલતા તેલના ભાવમાં મળી શકે રાહ

આ વચગાળાની સમજૂતીમાં ત્રણ મુખ્ય બાબતો પર ભાર મૂકવામાં આવ્યો છે: ઈરાની જહાજો અને બંદરો પરના અમેરિકી પ્રતિબંધો હટાવવા, હોર્મુઝની સામુદ્રધુનીને વ્યાપારી જહાજો માટે ખુલ્લી મૂકવી અને સૈન્ય સંઘર્ષ અટકાવવો. ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ વૈશ્વિક તેલ વેપાર માટે અત્યંત મહત્વનું છે. જો આ માર્ગ ફરીથી ખુલે છે, તો આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવમાં સ્થિરતા આવી શકે છે. આગામી ૩૦ દિવસમાં આર્થિક પ્રતિબંધોમાં રાહ અને ફ્રીઝ કરેલી સંપત્તિઓ જાહેર કરવા જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

👉 આ સમાચાર વાચો:
Nashik TCS Case| TCS કેસમાં મોટી સફળતા! ૨૫ દિવસથી પોલીસને હંફાવતી નિદા ખાન આખરે ઝડપાઈ, જાણો ક્યાં અને કેવી રીતે છુપાઈ હતી

Italy PM Meloni Burqa Ban બેલ્જિયમ અને ફ્રાન્સ બાદ હવે ઇટાલીનો મોટો નિર્ણય પીએમ જ્યોર્જિયા મેલોનીએ જાહેર સ્થળો અને શાળાઓમાં બુરખાનકાબ પર પ્રતિબંધની કરી જાહેરાત!
US China High Level Talks In New York બે મહાસત્તાઓ આમનેસામને; ટ્રેડ વોર રોકવા અને ટેકનોલોજી સુરક્ષા માટે વોશિંગ્ટનબેઇજિંગ વચ્ચે લાંબી વાતચીત
Putin Dominates Russia Elections રશિયાની ચૂંટણીમાં વ્લાદિમીર પુતિનનો જાદુ યથાવત શાસક પક્ષે રેકોર્ડબ્રેક ૩૫૫ બેઠકો જીતી, સંસદમાં રચ્યો નવો ઈતિહાસ
Barack Obama On AI Real Threat AI ની અંધાધૂંધ ઝડપથી કેમ ડર્યા બરાક ઓબામા? કિલર રોબોટ નહીં, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું ખુદ શીખવું બન્યું અસલી ખતરો!
Exit mobile version