Site icon

રશિયાના રાષ્ટ્રપતિનું સ્વાસ્થ્ય બગડ્યું- એક કાર્યક્રમમાં ડગમગતા જોવા મળ્યા પુતિન- જુઓ વાયરલ વીડિયો- જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

રશિયન રાષ્ટ્રપતિ(Russian President) વ્લાદિમીર પુતિનના(Vladimir Putin) એક નવા વીડિયોએ તેમના સ્વાસ્થ્યને લઇને નવી ચિંતાઓ ઉભી કરી દીધી છે. સમાચાર છે કે તે બ્લડ કેન્સરથી(Blood cancer) પીડિત છે. ન્યૂયોર્ક પોસ્ટના(New York Post) એક રિપોર્ટ અનુસાર રાષ્ટ્રપતિ ક્રેમલિનમાં(President Kremlin) એક પુરસ્કાર સમારોહમાં(awards ceremony) હાજર હતા, જ્યાં તે હલી રહ્યા હતા અને ઉભા રહેવામાં તકલીફ પડી રહી હતી. 

Join Our WhatsApp Community

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે રશિયન રાષ્ટ્રપતિ પુતિન પોડિયમ પાસે ઉભા રહીને ભાષણ આપી રહ્યા છે અને પોતાના પગ હલાવતા જાેવા મળી રહ્યા છે. પુતિનના ડોક્ટરોએ તેમને સલાહ આપી છે કે તે પોતાના અસ્થિર સ્વાસ્થ્યના(Unstable health) કારણે લાંબા સમય સુધી સાર્વજનિક રૂપથી ક્યાંય હાજર ન રહે. પરંતુ તેમ છતાં પણ પુતિન એક સાર્વજનિક કાર્યક્રમમાં(public event) જોવા મળે છે.  

આ સમાચાર પણ વાંચો :પહેલા કાશ્મીર રાગ આલાપ્યો- હવે બેકફૂટ પર પાકિસ્તનના આ નેતાએ આપ્યું મોટું નિવેદન- કહ્યું- ભારત સાથે મિત્રતા અમારા માટે જરૂરી 

રશિયન રાષ્ટ્રપતિનું સ્વાસ્થ્ય હંમેશા દુનિયાભર માટે ચર્ચાનો વિષય રહે છે અને જ્યારથી યૂક્રેન(Ukrain Attack) પર આક્રમણ શરૂ થયું છે, ત્યારથી તો અફવાઓ ચાલી રહી છે કે તે ગંભીરરૂપથી બીમાર છે.  

મીડિયા રિપોર્ટ મુજબ રશિયાના નેતાનું એક વિશેષ સહયોગી છે જે પુતિનના વિદેશમાં હોવાથી તેમનું મળ અને મૂત્ર એકત્ર કરે છે અને તેને માસ્કોમાં(Moscow) નિપટાવવા માટે પરત લાવે છે. એ ડર છે કે તેમના મળમૂત્રને પાછળ છોડવાથી પુતિનના સ્વાસ્થ્ય વિશે વધુ જાણકારી સામે આવી શકે છે. ગત મહિને એક રશિયન નેતાએ કહ્યું હતું કે પુતિન બ્લડ કેન્સરથી પીડિત છે.

Zohran Mamdani: વિજય બાદ મોટો ટ્વિસ્ટ: મમદાનીએ વિજય ભાષણમાં કેમ કર્યો નેહરુજીના શબ્દોનો ઉલ્લેખ? રાજકીય ગલિયારા માં ચર્ચા.
UPS plane crash: અમેરિકામાં ભીષણ વિમાન દુર્ઘટના! સાત લોકોના મૃત્યુ, આટલા લોકો થયા ગંભીર રીતે ઘાયલ
Zohrab Mamdani: અમેરિકાની ચૂંટણીમાં ભારતીયોનો દબદબો: ઝોહરાન મમદાની ઉપરાંત આ ભારતીયો એ પણ જીતનો ઝંડો લહેરાવ્યો
Zohran Mamdani: ટ્રમ્પની આશાઓ પર ફર્યું પાણી, ઝોહરાન મમદાનીએ જીતી ન્યૂયોર્કની ચૂંટણી, પ્રથમ ભારતીય-અમેરિકન મુસ્લિમ મેયર બનશે
Exit mobile version