News Continuous Bureau | Mumbai
યુક્રેન અને રશિયા યુદ્ધ વચ્ચે યુક્રેની રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ મોટી જાહેરાત કરી છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ કહ્યું છે કે તેઓ નાટોના સભ્યપદ માટે વધુ દબાણ કરી રહ્યા નથી.
સાથે તેમણે પુતિને સ્વતંત્ર જાહેર કરેલા રશિયન તરફી બે પ્રાંતોના દરજ્જા મુદ્દે સમાધાન કરવા તૈયાર હોવાનું જણાવ્યું છે.
આ એવા મુદ્દા છે જે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનું મૂળ માનવામાં આવે છે. તેઓએ રશિયાને શાંત કરવાના હેતુથી આ નિર્ણયો લીધા છે.
આ સમાચાર પણ વાંચો :રશિયાની અર્થવ્યવસ્થાને વધુ એક ફટકો! આ દેશએ ઓઇલ, ગેસ અને કોલસાની આયાત પર લગાવ્યો પ્રતિબંધ; જાણો વિગતે