News Continuous Bureau | Mumbai
Israel -Palestine Conflict: ચીન (China) માં ઈઝરાયેલ (Israel) ના રાજદ્વારી (Diplomat) પર ચાકુ વડે હુમલો(Attack) કરવામાં આવ્યો છે. ધ ટાઈમ્સ ઓફ ઈઝરાયેલના જણાવ્યા અનુસાર આ આતંકવાદી હુમલો હોઈ શકે છે.
ઈઝરાયેલના રાજદ્વારી પર ચાકુ(Knife) વડે હુમલો કરવામાં આવ્યો છે. ઈઝરાયેલના વિદેશ મંત્રાલયે હુમલાની પુષ્ટિ કરી છે. મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે રાજદ્વારીની હોસ્પિટલમાં(hospital) સારવાર ચાલી રહી છે અને તેમની સ્થિતિ સ્થિર છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, બેઇજિંગમાં ઇઝરાયેલી દૂતાવાસના રાજદ્વારી પર શુક્રવારે હુમલો કરવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજદ્વારીને શુક્રવારે શંકાસ્પદ આતંકવાદી હુમલામાં ચાકુ મારવામાં આવ્યું હતું. બેઇજિંગમાં ઇઝરાયેલના દૂતાવાસમાં કામ કરતા રાજદ્વારી પર દૂતાવાસની નજીકના વિસ્તારમાં હુમલો કરવામાં આવ્યો હતો. આ પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેની હાલત સ્થિર છે.
🚨 Israeli diplomat stabbed in Beijing outside the embassy. His condition is reportedly critical as violence against Jews now starts spreading in foreign nations. pic.twitter.com/fJBVI8rxmp
— The Tatva (@thetatvaindia) October 13, 2023
ઇઝરાયેલના હુમલામાં મૃત્યુઆંક 1,569 પર પહોંચી ગયો…
ગાઝા પટ્ટી અને પશ્ચિમ કાંઠે ઇઝરાયેલના હુમલામાં મૃત્યુઆંક 1,569 પર પહોંચી ગયો છે, જ્યારે 7,212 અન્ય ઘાયલ થયા છે. પેલેસ્ટિનિયન આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગાઝામાં મૃત્યુઆંક 1,537 પર પહોંચી ગયો છે, જેમાં 500 બાળકો અને 276 મહિલાઓનો સમાવેશ થાય છે. શનિવારે પેલેસ્ટિનિયન ઇસ્લામિક રેઝિસ્ટન્સ મૂવમેન્ટ (હમાસ) દ્વારા કરવામાં આવેલા મોટા પાયે ઓચિંતા હુમલાના જવાબમાં ઇઝરાયેલે હમાસ ગાઝા પટ્ટી પર હુમલો શરૂ કર્યો અને ગુરુવારે ગાઝાના વિવિધ વિસ્તારોમાં ઇઝરાયેલના હવાઈ હુમલા ચાલુ રહ્યા. ઇઝરાયલના જાહેર પ્રસારણકર્તા કાને કહ્યું કે હમાસ દ્વારા ઇઝરાયેલ પરના હુમલામાં અત્યાર સુધીમાં મૃત્યુઆંક 1,300ને વટાવી ગયો છે.
આ સમાચાર પણ વાંચો : Ind vs Pak: ભારત-પાકિસ્તાનની હાઈવોલ્ટેજ મેચ વચ્ચે ‘એક્સ’ પર બોયકોટ હેશટેગ ટ્રેન્ડ! જાણો શું છે કારણ…