News Continuous Bureau | Mumbai
Israel vs Hamas war: ઈઝરાયલ-હમાસ યુદ્ધ (Israel Hamas War) વચ્ચે દુનિયાના ઘણા દેશોમાં હમાસના સમર્થનમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે પરંતુ રશિયા (Russia) માં આવો વિરોધ આ પહેલા ક્યારેય જોવા મળ્યો નથી. રશિયન રાજ્ય દાગેસ્તાનના મખાચકલા એરપોર્ટ પર ટોળાએ ઇઝરાયલીઓ(Israel) પર હુમલો(attack) કર્યો અને તેમને લિંચ કરવાનો પ્રયાસ કર્યો હતો. ઈઝરાયલની રાજધાની તેલ અવીવથી ફ્લાઈટ આવી રહી હોવાની માહિતી દેખાવકારોને મળતા જ લોકોએ રનવે પર ફ્લાઈટને ઘેરી લીધી હતી. હજારો મુસ્લિમો એરપોર્ટનો દરવાજો તોડી અંદર આવ્યા હતા. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે તોફાનીઓને રોકવા માટે વિશેષ દળોને બોલાવવા પડ્યા હતા.
ભીડ પેલેસ્ટાઈન (Palestine) ના ધ્વજ લઈને સતત ‘અમે બાળકોના હત્યારાઓને બક્ષીશું નહીં’ અને અલ્લાહ હુ અકબરના જેવા નારા લગાવી રહ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે ફ્લાઈટના પેસેન્જરો વચ્ચે ભીડે યહૂદીઓની શોધ શરૂ કરી દીધી હતી. ભીડ દરેક મુસાફરના પાસપોર્ટ ચેક કરતી રહી અને ભારે વિરોધ બાદ એરપોર્ટને પણ થોડા સમય માટે બંધ કરવું પડ્યું હતું. રશિયામાં હમાસની બેઠકના 3 દિવસ બાદ ઈઝરાયેલ વિરુદ્ધ આ સૌથી મોટું પ્રદર્શન હતું. રશિયાના દાગેસ્તાનમાં મુસ્લિમોની મોટી વસ્તી છે.
Pro-#Palestinian protest in #Dagestan, #Russia#GazaWar pic.twitter.com/iBuYyGUJ7p
— Mahalaxmi Ramanathan (@MahalaxmiRaman) October 29, 2023
ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ રશિયાને ચેતવણી આપી…
આ ઘટના બાદ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ એક નિવેદન જારી કરીને રશિયાને ચેતવણી આપી છે. નેતન્યાહુએ યહૂદી વિદ્યાર્થીઓ પરના હુમલાઓને તાત્કાલિક રોકવાની માંગ કરી છે. ઈઝરાયેલે રશિયન રાજદૂતને બોલાવીને રશિયામાં ઈઝરાયલી લોકોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે. રશિયામાં હાજર ઈઝરાયેલના રાજદૂત ક્રેમલિનના સંપર્કમાં છે. મોસ્કોમાં હમાસના પ્રતિનિધિઓને હોસ્ટ કરવા પર પણ ઈઝરાયેલ કડક છે.
અફઘાનિસ્તાન પર તાલિબાનોના કબજા પછી ઇઝરાયેલથી આવતા વિમાન સાથે રશિયાના એરપોર્ટ પર જે જોવા મળ્યું હતું તે ભાગ્યે જ જોવા મળ્યું હતું. દાગેસ્તાન એરપોર્ટ પર જ્યારે આ ઘટના બની ત્યારે એક હેલિકોપ્ટર પણ એરપોર્ટ પર હાજર હતું. અહેવાલો અનુસાર, ભીડ વચ્ચે ગોળીબારનો અવાજ પણ સંભળાયો હતો.
આ સમાચાર પણ વાંચો : India vs England: ભારતીય ટીમનો જીતનો છગ્ગો, નવાબોના શહેરમાં અંગ્રેજોની હાર, ભારત સામે 100 રનથી હારતા ડિફેન્ડિંગ ચેમ્પિયન વર્લ્ડ કપમાંથી બહાર..
