News Continuous Bureau | Mumbai
Israel Hamas War: પેલેસ્ટાઈનનો હિસ્સો મનાતા ગાઝા પટ્ટીનું (gaza) સંચાલન કરનારા આતંકી સંગઠન હમાસ(hamas) દ્વારા ઈઝરાયલ પર હુમલો (Israel Under attack) કરાયા (Israel hamas war ) બાદથી યુદ્ધની(war) સ્થિતિ જોવા મળી રહી છે. તેમાં ઇઝરાયલમાં(Israel) મોટાપાયે જાનહાનિ થયા બાદથી ઈઝરાયલે આતંકી સંગઠન હમાસનો ખાત્મો કરવાના સોગંદ લઈ લીધા છે ત્યારે હવે હવાઈ હુમલા બાદ ઈઝરાયલની આર્મી પણ ગાઝામાં પ્રવેશી ગઈ છે.
ઇઝરાયેલ પર હમાસ (Israel Hamas War) દ્વારા આતંકવાદી હુમલા પછી, તેણે ગાઝા (Gaza) પટ્ટી પર મોટા પાયે લશ્કરી કાર્યવાહી કરી છે. ઈઝરાયેલી સેનાએ ઉત્તરી ગાઝામાં રહેતા નાગરિકો અને હોસ્પિટલોને સ્થળાંતર કરવાની ચેતવણી આપી હતી. તેણે કહ્યું, તમે આ જગ્યા ખાલી કરો. તેના જવાબમાં WHO ના ચીફે કહ્યું, ‘આવું શક્ય નહીં બને કારણ કે હોસ્પિટલમાં આવા ઘણા ઘાયલ છે, તેમને કોઈપણ રીતે હટાવવું તેમના જીવ લેવા જેવું હશે.’
ગાઝામાં કામ કરતા યુએન (UN) ના અધિકારીઓનું કહેવું છે કે ઉત્તરી ગાઝામાં લગભગ 11 લાખ લોકો રહે છે અને તેમને 24 કલાકમાં ત્યાંથી બહાર કાઢવું શક્ય નથી. તેમણે એમ પણ કહ્યું કે હોસ્પિટલમાં દાખલ લોકોની હાલત અત્યંત નાજુક છે. આવી સ્થિતિમાં, આ લોકોને અહીંથી બહાર કાઢવાનો અર્થ એ છે કે ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોનો જીવ લેવો.
આ સમાચાર પણ વાંચો : Siddhivinayak temple : મુંબઈના પ્રખ્યાત સિદ્ધિવિનાયક ધામની દિવ્ય આરતી, જુઓ વિડિયો..
4 લાખ લોકો દક્ષિણ ગાઝા તરફ સ્થળાંતર કરી ગયા…
ઉત્તર ગાઝામાં રહેતા લોકોએ દક્ષિણ ગાઝા તરફ સ્થળાંતર કરવાનું શરૂ કરી દીધું છે. યુએનએ કહ્યું કે ઈઝરાયેલની ચેતવણી વચ્ચે લગભગ 4 લાખ લોકો દક્ષિણ ગાઝા તરફ સ્થળાંતર કરી ગયા છે. ઈઝરાયેલની સેનાએ ટેન્ક મારફતે ઉત્તર ગાઝામાં પ્રવેશ કર્યો છે અને માનવામાં આવે છે કે તેઓ ગમે ત્યારે અહીં હુમલો કરવાનું શરૂ કરી દેશે.
મધ્ય પૂર્વમાં ઇઝરાયેલ અને હમાસ બંદૂકો અને બોમ્બ સાથે યુદ્ધ લડી રહ્યા હોવા છતાં, અમેરિકા અને યુરોપના વિવિધ દેશોમાં રહેતા યહૂદીઓ અને પેલેસ્ટાઇન સમર્થકો પણ આ જમીનો પર યુદ્ધ લડી રહ્યા છે. માત્ર અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં જ પેલેસ્ટાઈનના સમર્થનમાં આંદોલન ચલાવવામાં આવ્યું હતું, જ્યારે ઈઝરાયેલમાં ત્યાંના યહૂદી અને ખ્રિસ્તી સમુદાયોએ માર્યા ગયેલા લોકોના સમર્થનમાં આંદોલન ચલાવ્યું હતું.