ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 ફેબ્રુઆરી 2022
બુધવાર.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોના વાયરસને લઈને ફરીથી લોકોને ચેતવણી આપી છે.
WHOએ કહ્યું કે વિશ્વના ઘણા દેશોમાં ઓમિક્રોન વેવની પિક આવવાની બાકી છે. તેથી કોવિડ -19 પ્રતિબંધો ધીમે ધીમે હળવા કરવામાં આવે.
સાથે જ પ્રતિબંધો હટાવાની ભૂલ ન કરશો જો સંક્રમણ વધ્યું તો મોતનો આંકડો પણ વધી શકે છે.
આ ઉપરાંત અપીલ કરી છે કે, ઘણા દેશોમાં કોરોના રસીકરણનો દર ઘણો ઓછો છે અને આ દેશોની નબળી આબાદીને કોવિડ-19 રસી મળી નથી. તેથી, આવા સમયે, એક સાથે તમામ પ્રતિબંધો દૂર કરવા જોઈએ નહીં.
ઉલ્લેખનીય છે કે, વિશ્વના કેટલાક દેશોની સરકાર દ્વારા પણ પ્રતિબંધોને હટાવી લેવામાં આવ્યા છે.
