ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 ઑગસ્ટ, 2021
ગુરુવાર
તાલિબાન આતંકથી બચવા માટે અફઘાનિસ્તાન છોડવાની આશામાં કાબુલ એરપોર્ટ પહોંચી રહેલા લોકો ભૂખ અને તરસથી મરી રહ્યા છે.
કારણ કે એરપોર્ટની બહાર ખાવા-પીવાની વસ્તુ અનેક ગણી વધુ કિમંતમાં વેચાય રહી છે.
અહીં પાણીની એક બોટલ 40 ડોલર એટલે કે, આશરે 3,000 રૂપિયામાં વેચાઈ રહી છે. જ્યારે એક પ્લેટ પુલાવનો ભાવ 100 ડોલર સુધી પહોંચી ગયો છે, જે ઇન્ડિયન કરન્સી ના હિસાબથી લગભગ 7500 રૂપિયા થાય છે.
સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે દુકાનદાર અફઘાનિસ્તાનની મુદ્રાને બદલે ડોલરમાં જ ચુકવણી કરવાની માંગ કરી રહ્યા છે.
મહત્વની વાત એ છે કે, પાણીની બોટલ ખરીદવી હોય કે, ભોજનની પ્લેટ તેના માટે અફઘાની મુદ્રાને બદલે ડોલરમાં જ કિંમત વસૂલવામાં આવી રહી છે.
જો કે અમેરિકી અને બ્રિટિશ સૈનિકો અફઘાનીઓને મદદ કરી રહ્યા છે પરંતુ દરેક વ્યક્તિ સુધી ભોજન પહોંચાડવું તેમના માટે પણ મુશ્કેલ છે.
ખાવાનો શોખીન દિલીપ જોશીએ જિમમાં ગયા વગર ઘટાડ્યું 10 કિલો વજન, જાણો કેવી રીતે?