News Continuous Bureau | Mumbai
વૉશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસથી થોડેક જ દૂર બુધવારે બપોરે નેશનલ ગાર્ડના બે જવાનોને ગોળી મારવામાં આવી હતી. આ હુમલો બપોરે 2.15 વાગ્યે ફરાગટ મેટ્રો સ્ટેશન નજીક 17મી અને આઇ સ્ટ્રીટના ખૂણા પર થયો હતો. બંને જવાનોની હાલત ગંભીર છે. હુમલાખોર પણ અથડામણમાં ઘાયલ થયો હતો અને તેને ભારે સુરક્ષા વચ્ચે સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.
2021માં ‘ઑપરેશન એલાઇઝ વેલકમ’ હેઠળ પ્રવેશ
મીડિયા રેઇપોર્ટ અનુસાર, શંકાસ્પદ વ્યક્તિની ઓળખ 29 વર્ષીય અફઘાન નાગરિક રહમાનુલ્લાહ લાકનવાલ તરીકે થઈ છે. તે વર્ષ 2021માં ‘ઑપરેશન એલાઇઝ વેલકમ’ હેઠળ અફઘાનિસ્તાનથી અમેરિકામાં પ્રવેશ્યો હતો, જેના દ્વારા અફઘાન નાગરિકોને શરણ આપવામાં આવ્યું હતું.પ્રારંભિક તપાસમાં માનવામાં આવે છે કે તેણે આ હુમલો એકલા જ કર્યો હતો. આ મામલાની તપાસ હવે એફબીઆઈ દ્વારા સંભવિત આતંકી હુમલા તરીકે કરવામાં આવી રહી છે. જોકે, તેની ઓળખ સંબંધિત કેટલાક પાસાઓની પુષ્ટિ હજી પણ થઈ રહી છે.
આ સમાચાર પણ વાંચો : Naagin 7 Promo Out: નાગિન 7 નો પ્રોમો થયો રિલીઝ, જાણો ક્યારે જોઈ શકશો પ્રિયંકા ચહર ચૌધરી નો શો
ટ્રમ્પે ગણાવ્યો ‘આતંકી હુમલો’
ઘટના પર પ્રતિક્રિયા આપતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ ઘટનાને ‘આતંકી હુમલો’ ગણાવ્યો છે. તેમણે વૉશિંગ્ટન ડીસીની સુરક્ષા માટે વધારાના 500 સૈનિકોને તૈનાત કરવાનો નિર્દેશ આપ્યો છે.ટ્રમ્પે એમ પણ કહ્યું છે કે 2021માં અફઘાનિસ્તાનથી જે લોકોને અમેરિકામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો, તેમની ફરીથી સઘન તપાસ થવી જોઈએ.વ્હાઇટ હાઉસે સોશિયલ મીડિયા પર નિવેદન બહાર પાડીને નેશનલ ગાર્ડ અને કાયદા અમલીકરણ એજન્સીઓ પ્રત્યે સમર્થન વ્યક્ત કર્યું છે અને ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી કામના કરી છે.
અચાનક અને ઇરાદાપૂર્વકનો હુમલો’
મેટ્રોપોલિટન પોલીસ વિભાગના કાર્યકારી સહાયક પ્રમુખ એ જણાવ્યું કે આ હુમલો ‘અચાનક અને સંપૂર્ણપણે ઇરાદાપૂર્વકનો’ લાગી રહ્યો છે. તેમણે કહ્યું, “એવું લાગે છે કે આ એકલો હુમલાખોર હતો, જેણે અચાનક હથિયાર ઉઠાવીને નેશનલ ગાર્ડના જવાનો પર ઓચિંતો હુમલો કર્યો.”હુમલાખોરને નેશનલ ગાર્ડ, મેટ્રોપોલિટન પોલીસ વિભાગ, સિક્રેટ સર્વિસ અને મેટ્રો ટ્રાન્ઝિટ પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં ઝડપથી કસ્ટડીમાં લેવામાં આવ્યો.
