ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
04 જાન્યુઆરી 2021
બે મહિનાથી ચીનનો અબજોપતિ વ્યક્તિ ગાયબ છે. જે વાત છેક હવે બહાર આવી છે. અલીબાબાનું નામ સૌ કોઈ જાણે જ છે. આ અગ્રણી ઇ-કોમર્સ કંપનીના માલિક અને ચીનના દિગ્ગજ ઉદ્યોગપતિ જેક-મા ગાયબ થતા ખળભળાટ મચી ગયો છે અને શંકાની સોય ચીની સરકાર તરફ જઈ રહી છે. કારણકે, ગત વર્ષે ઓક્ટોબરમાં ચીની અબજોપતિ જેક-માએ ચીની સરકારની નીતિઓની કડક શબ્દોમાં નીંદા કરતા તેઓ ચીની સરકારની નજરે ચઢ્યા હતા.
છેલ્લા બે મહિનાથી જેક-માનો કોઇ જ અતોપતો નથી. હકીકતમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિંગપિંગ સાથે સંબંધ બગડતા અલીબાબા ગ્રૂપ અને તેની અન્ય કંપનીઓ વિરુદ્ધ ચીની સરકાર આકરું વલણ અપનાવી રહી છે.
જેક મા મોટેભાગે તમામ જાહેર કાર્યક્રમોમાં હાજર રહેતા હોય છે અને મોટિવેશનલ ભાષણો દ્વારા યુવાનોમાં ઘણા લોકપ્રિય છે. તેઓએ ગતવર્ષે ઓક્ટોમ્બરમાં શાંઘાઈમાં એક કાર્યક્રમ દરમિયાન ચીનના વ્યાજખોર આર્થિક નિયામકો અને સરકારી બેંકોની કડક ટીકા કરી હતી.
જેક મા એ સરકારને આહવાન કર્યું હતું કે સિસ્ટમમાં ફેરફાર કરવામાં આવવો જોઈએ જેથી બિઝનેસમાં નવી ચીજો શરુ કરવાના પ્રયાસોને પ્રોત્સાહન મળે. આ ભાષણ બાદ ચીનની સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટી ભડકી હતી. .
