ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 નવેમ્બર, 2021
મંગળવાર
કોરોના વાયરસના નવા સ્ટ્રેનને 'ઓમિક્રોન' નામ આપવામાં આવ્યું છે. આવું નામ શા માટે અપાયું છે? કોરોના વેરિયન્ટના 12 પ્રકારો છે. આ બધાને ગ્રીકના મૂળાક્ષર પ્રમાણે ક્રમમાં નામ અપાયા છે. હવે તેની આગળ 13 (Nu) અને 14 (Xi) નંબરો ખાલી હોવા છતાં આ નવા વેરિયન્ટને 15મા ગ્રીક અક્ષરનું નામ કેમ અપાયું ? તેવો પ્રશ્ન ઉઠ્યો છે.
WHOને હવે પૂછવામાં આવી રહ્યું છે કે નવા વાયરસનું નામ ગ્રીક મૂળાક્ષરોમાં 15મા સ્થાને આવતા ઓમિક્રોન પરથી કેમ રાખવામાં આવ્યું? WHOએ તાર્કિક જવાબ આપ્યો છે. પરંતુ WHO એ જે કારણથી આ અક્ષરોને પસંદ કર્યા છે તેના પર લોકો હવે હસી રહ્યા છે.
કોરોનાના બાર પ્રકારો ગ્રીક મૂળાક્ષરો પર આધારિત છે. તેમાં આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા, એપ્સીલોન, ઝેટા, એટા, થીટા, આયોટા, કપ્પા, લિમ્બડા અને મૂ નો સમાવેશ થાય છે, પરંતુ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ આ 12 અક્ષરો પછી આવતા 13 (Nu) અને 14 (Xi) અક્ષરોને છોડીને 15મો અક્ષર ઓમિક્રોન પસંદ કર્યો છે.
WHOના પ્રવક્તા તારિક જસારેવિકે મીડિયાને કહ્યું હતું કે "nu" અને "xi" અક્ષરો ખૂબ જ સામાન્ય છે. કેટલાક દેશોમાં આ અક્ષરોનો ઉપયોગ નામ પછી થાય છે અને WHOનો નિયમ છે કે કોઈ વ્યક્તિ, સંસ્થા, સમાજ, ધર્મ, વ્યવસાય અથવા કોઈપણ દેશના નામ પર વાયરસનું નામ રાખી ન શકાય.
એકબાજુ સ્કૂલો ખુલવાની છે ત્યારે નવા વેરિએન્ટથી મુંબઈના વાલીઓ ચિંતામાં