News Continuous Bureau | Mumbai
હવે કોરોના મહામારી(Corona pandemic) પછી દુનિયા પર બીજી મોટી મહામારીનો ખતરો મંડરાવા લાગ્યો છે. ભારત(India) સહિત દુનિયા(World)ના અલગ અલગ દેશોમાં મંકીપોક્સ(Monkeypox)નું સંક્રમણ વધતાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશ(WHO)એ વૈશ્વિક આરોગ્ય કટોકટી જાહેર કરી છે. આખી દુનિયા સાવધાન થઈ જાય અને મંકીપોક્સના સંક્રમણને રોકવા માટે એલર્ટ મોડમાં આવી જાય તે માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશએ વૈશ્વિક આરોગ્ય કટોકટી જાહેર કરી છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશએ કહ્યું કે મંકીપોક્સનું જોખમ વૈશ્વિક સ્તર પર જોવા મળ્યું છે. યુરોપીયન દેશો(European countries)માં આ ઘાતક વાયરસનું જોખમ સૌથી વધારે છે. હાલના સમયને જોતા તે કહેવું ખોટું નથી કે આગામી સમયમાં ઇન્ટરનેશનલ પ્રસારનું એક સ્પષ્ટ જાેખમ છે. જોકે, ઇન્ટરનેશનલ ટ્રાફિકમાં હસ્તક્ષેપનું જાેખમ હાલ ઓછું છે. તમામ જાેખમોને જાેતા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશએ મંકીપોક્સને ગ્લોબલ પબ્લિક હેલ્થ ઈમરજન્સી જાહેર કરી છે.
આ સમાચાર પણ વાંચો : 1962ના યુદ્ધ પર બોલ્યા રાજનાથ સિંહ- પંડિત નેહરૂની આલોચના ન કરી શકુ- કારણ કે
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશ(WHO)ના મહાનિર્દેશક ટેડ્રોસ એધાનમ ઘેબ્રેયસસે જણાવ્યું કે, ઝડપથી ફેલાતો મંકીપોક્સનો પ્રકોપ વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટીને પ્રતિબિંબિત કરે છે. વૈશ્વિક આરોગ્ય કટોકટીએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની સર્વોચ્ચ સ્તરની ચેતવણી છે. ટ્રેડ઼ોસે કહ્યું કે, હવે મંકીપોક્સ માટે આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયાની જરૂરિયાત છે. આ સાથે રસી અને આ સારવારની વહેંચણીમાં સહકાર આપવા માટે ભંડોળ અને વૈશ્વિક પ્રયાસોની જરૂર છે.
ભારત(India) માં છેલ્લા ૮ દિવસમાં મંકીપોક્સના ૩ કેસ નોંધાઈ ચૂક્યા છે અને આ ત્રણેય કેસ કેરળમાં નોંધાયા છે. આ બધા વચ્ચે ભારત માટે સૌથી મોટી ચિંતાની વાત છે કે કોરોના વાયરસ પણ કેરળમાંથી ભારતમાં પ્રવેશ્યો હતો અને મંકીપોક્સના ૩ કેસ પણ કેરળમાં નોંધાયા છે.