Site icon

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ચીફ ટેડ્રોસ અદનોમ ધેબિયસ થયા સેલ્ફ કવોરન્ટાઈન, ટ્વીટ કરી જાણકારી આપી…

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Community

02 નવેમ્બર 2020 

વિશ્વભરમાં કોરોના વાયરસનું સંક્ર્મણ સતત વધી રહ્યું છે. દરમિયાન, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠ, (WHO)ના પ્રમુખ ટેડરોસ અદનોમ ઘેબિયસે ટ્વીટ કરીને જાણકારી આપી છે અને તેના પગલે તેમણે સેલ્ફ ક્વોરન્ટાઈન થવાનો નિર્ણય લીધો છે. આ પગલું એટલા માટે ઉઠાવવામાં આવ્યું છે કારણ કે તેઓ એક એવા વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા, જે કોરોના પોઝિટીવ હતો. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા મહિનાઓથી વિશ્વના મોટા ભાગના દેશો કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા છે.

ટેડરોસે ટ્વીટ કરતા લખ્યું છે, 'કોવિડ 19નો ભોગ બન્યો હોય એવા એક રોગીના સંપર્કમાં હું આવી ગયો હોવાની મને જાણ થતાં હું સ્વયં ક્વોરન્ટાઇનમાં આવી ગયો છું. જોકે મારુ સ્વાસ્થ્ય સારું છે અને કોઈ લક્ષણો પણ નથી. પરંતુ, તેમ છતાં ડબ્લ્યુએચઓ પ્રોટોકોલ મુજબ, હું આગામી દિવસોમાં ક્વોરેન્ટાઇનમાં રહીશ અને ઘરેથી કામ કરીશ.’ડબ્લ્યુએચઓ પ્રમુખે આગળ લખ્યું કે, 'તે મહત્વપૂર્ણ છે કે આપણે દરેક આરોગ્ય ગાઈડલાઈનનું પાલન  કરી અને કોરોનાની ચેઈનને તોડવાનો પ્રયાસ કરીશું તો જ કોરોનાને નાથી શકાશે.’ 

 નોંધનીય છે કે આજ સુધીમાં કોરોનાવાયરસથી 4.68 કરોડ લોકો પ્રભાવિત થયા છે, જેમાંથી 12.05 લાખ લોકોએ આ રોગચાળાને લીધે પોતાનો જીવ ગુમાવ્યો છે. જો કે, આજ સુધીમાં, 3.37 કરોડ લોકો સાજા થયા છે અને 1.18 કરોડ સક્રિય દર્દીઓ હાજર છે. 

Pakistan: શું પાકિસ્તાન ચીન અને અમેરિકા સાથે ‘ડબલ ગેમ’ રમીને વિનાશને આમંત્રણ આપી રહ્યું છે?
Indo-Pakistan War: ડેલુલુ ૧૦૧ ભારત સાથેના ચાર દિવસના યુદ્ધ પર પાકિસ્તાનનો નવો અભ્યાસક્રમ
India,Pakistan: ખૈબર પખ્તુનખ્વાના હુમલા પર ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકને આડે હાથે લેતા લગાવ્યો આ આરોપ
Narendra Modi: આવતા મહિને મળી શકે છે મોદી અને ટ્રમ્પ, મલેશિયામાં યોજાનાર આસિયાન શિખર સંમેલન પર ટકેલી છે સૌ ની નજર
Exit mobile version