કોરોના વાયરસને લઇને WHO એ આપી ચેતવણી, આ વર્ષે આ 3 રીતે ફેલાઇ શકે છે મહામારી; જાણો વિગતે 

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

દુનિયાભરના ઘણા દેશોમાં કોરોના વાયરસના નવા કેસમાં ઘટાડો આવ્યો છે તો ઘણા દેશમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને લોકોને ચેતવણી આપી છે અને કહ્યું કે ઝડપથી ફેલાનારા વેરિએન્ટના આવતાં આપણે વધુ સતર્ક રહેવાની જરૂર છે. ડબ્લ્યૂએચઓના પ્રમુખ ટ્રેડોસ એડનોમ ઘેબ્રોયસસે કહ્યું કે સમય સાથે કોવિડ ૧૯ ની ગંભીરતા ઓછી થઇ જશે. આ સાથે જ તેમણે આ વર્ષે મહામારી કેવી રીતે વિકસિત થશે, તેના માટે ત્રણ સંભવિત રીત પણ સામે મુકી છે.  

ડબ્લ્યૂએચઓના પ્રમુખ ટ્રેડોસ એડનોમ ઘેબ્રેયસસે એક બ્રીફિંગ દરમિયાન જણાવ્યું કે આપણને ખબર છે કે કોવિડ ૧૯ વાયરસ સતત વિકસિત થઇ રહ્યો છે, પરંતુ તેના કારણે થનાર બિમારીની ગંભીરતા સમય સાથે ઓછી થતી જાય છે, કારણ કે વેક્સીન અને સંક્રમણના લીધે ઇમ્યૂનિટી વધી જાય છે. તેમણે આગળ જણાવ્યું કે ઇન્યૂનિટીની નબળાઇના લીધે કોવિડ ૧૯ ના મામલે સમયાંતરે ઉછાળો અને મોતની સંખ્યામાં વૃદ્ધિ થઇ શકે છે. એવામાં નબળી વસ્તી વચ્ચે ઇમ્યૂનિટીને પ્રોત્સાહન આપવાની જરૂર પડી શકે છે.  

આ સમાચાર પણ વાંચો :ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ કરાર પર થયા હસ્તાક્ષર, દેશને થશે મોટો ફાયદો; PM મોદીએ કહ્યું- આ ઐતિહાસિક છે ક્ષણ
 

ટ્રેડોસે આગળ કહ્યું કે આ ઉપરાંત સૌથી સારી સ્થિતિમાં આપણે જોઈ શકીએ છીએ કે ગંભીર રૂપ સામે આવે છે અનએ રસીના બૂસ્ટર અથવા નવા ફોર્મૂલેશનની જરૂર નહી પડે. તો બીજી તરફ સૌથી ખરાબ સ્થિતિમાં વધુ ઘાતક અને ખૂબ જ ઝડપથી ફેલાનારા કોવિડ ૧૯ વેરિએન્ટ સામે આવે છે. આ નવા વિરૂદ્ધ રસીકરણ અથવા સંક્રમણથી બનેલી ઇમ્યૂનિટીમાં ઘટાડો થઇ જશે અથવા ઝડપથી ખતમ થઇ જશે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું કહેવું છે કે ઓમિક્રોન અને ડેલ્ટાનું રિકોમ્બિનેંટ વાયરસ ડેલ્ટાક્રોન ઝડપથી ફેલાય છે. આ ઉપરાંત ઓમિક્રોનના સબવેરિએન્ટ BA.2 ના કેસમાં પણ મોટાપાયે ઉછાળો જોવા મળ્યો છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે કોવિડ 19 નવા વેરિએન્ટથી સંક્રમણ વધવાની સંભાવના છે. 

આ સમાચાર પણ વાંચો : આર્યન ખાન સંબંધિત ક્રૂઝ ડ્રગ્સ કેસમાં સાક્ષી પ્રભાકર સેલના મોતની થશે તપાસ. ગૃહપ્રધાન દિલીપ વાલસે પાટીલે આ અધિકારીને આપ્યા આદેશ; જાણો વિગતે
 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More