ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 ઓક્ટોબર, 2021
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને RTS, S/AS01 મેલેરિયા રસીના ઉપયોગને મંજૂરી આપી દીધી છે.
2019થી ઘાના, કેન્યા અને માલાવીમાં ચાલી રહેલા પાયલોટ પ્રોગ્રામની સમીક્ષા કર્યા બાદ આ નિર્ણય લીધો છે.
વાયરસ અને બેક્ટેરિયા સામે ઘણી રસીઓ અસ્તિત્વ ધરાવે છે, પરંતુ આ પ્રથમ વખત છે જ્યારે WHOએ માનવ પરોપજીવી સામે વ્યાપક ઉપયોગ માટે રસીની ભલામણ કરી છે.
WHOના ગ્લોબલ મેલેરિયા પ્રોગ્રામના ડિરેક્ટર પેડ્રો એલોન્સોએ કહ્યું કે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આ એક મોટી સફળતા છે.
ઉલેખનીય છે કે વિશ્વભરમાં દર વર્ષે ચાર મિલિયનથી વધુ લોકો મેલેરિયાના કારણે જીવ ગુમાવે છે.
મેલેરિયાના લક્ષણોમાં તાવ, માથાનો દુખાવો અને સ્નાયુમાં દુખાવો, ઠંડી, તાવ અને પરસેવો સામેલ છે.
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે ધનવાન નથી, ફોર્બ્સની યાદીમાંથી પણ બહાર; જાણો વિગત