કોણ છે એલન મસ્ક? શી રીતે એક સફળ બિઝનેસમેન તરીકે ઉભરી આવ્યા? જાણો તેમના જીવનની કહાણી. 

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

૨૮ જૂન, ૧૯૭૧ના રોજ પ્રિટોરિયામાં જન્મેલા, એન્જિનિયર પિતા અને કેનેડિયન- મોડલ માતાના પુત્ર મસ્ક ઓન્ટારિયોમાં ક્વીન્સ યુનિવર્સિટીમાં ભણવા માટે કિશોર વયે દક્ષિણ આફ્રિકા છોડી ગયા હતા. તેમણે બે વર્ષ પછી યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાં સ્થાનાંતરિત કર્યું અને ભૌતિકશાસ્ત્ર અને વ્યવસાયમાં સ્નાતકની ડિગ્રી મેળવી. બાદમાં મસ્કે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાનું માંડી વાળ્યું. તેના બદલે તેમણે એક કંપની શરૂ કરી. આ કંપનીએ મીડિયા ઈન્ડસ્ટ્રી માટે ઓનલાઈન પબ્લિકેશન સોફ્ટવેર બનાવ્યું છે. ઈલોન મસ્ક ૩૦ વર્ષની ઉંમરે કરોડપતિ બની ગયા. જ્યારે તેમણે ૧૯૯૯માં યુએસ કોમ્પ્યુટર નિર્માતા કોમ્પેકને ૩૦૦ મિલિયન ડોલરથી વધુમાં વેચી. બાદમાં તેણે વધુ એક એનલાઈન પ્લેટફોર્મ બનાવ્યું જે ૧.૫ બિલિયન ડોલરમાં વેંચાયુ હતું. 
એલન મસ્કએ વધુ મહત્વાકાંક્ષી કંપનીઓની એક સિરીઝ જ શરૂ કરી દીધી. તેણે ૨૦૦૨માં સ્પેસએક્સની સ્થાપના કરી હતી. તે હવે તેના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને ચીફ ટેક્નોલોજી ઓફિસર છે. ૨૦૦૪માં મસ્કે ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા બનાવી, જેના તે પ્રેસિડન્ટ બન્યા. મસ્ક પાસે યુએસ, કેનેડા અને દક્ષિણ આફ્રિકાની નાગરિકતા છે. ફોર્બ્સનો અંદાજ છે કે તેની વર્તમાન નેટવર્થ ૨૬૬ બિલિયન ડોલર છે. કેટલીક પ્રારંભિક દુર્ઘટનાઓ અને ક્ષતિઓ પછી સ્પેસએક્સ નક્કર જમીન અને મહાસાગરમાં બનેલા પ્લેટફોર્મ પર રોકેટને લોન્ચ કરવા અને લેન્ડ કરવાની ટેક્નોલોજી વિકસાવવામાં સફળ થયું. આનાથી રોકેટનો ઘણી વખત ઉપયોગ કરવાનો માર્ગ મોકળો થયો. આ ટેક્નિકના કારણે અવકાશ યાત્રાને સસ્તી બનાવવી શક્ય બનશે. સ્પેસએક્સે સ્પેસ ટુરિઝમના ક્ષેત્રમાં પણ સફળતા હાંસલ કરી અને અવકાશ પ્રવાસીઓને અવકાશમાં મોકલ્યા. મસ્ક અલ્ટ્રા-ફાસ્ટ ‘હાયપરલૂપ' રેલ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ બનાવવા પર કામ કરી રહ્યા છે જે લોકોને સુપરસોનિક ઝડપે મુસાફરી કરાવી શકશે. મસ્કના સપના માત્ર અહીં જ નથી, પરંતુ તે મંગળ પર મનુષ્યોની વસાહત બનાવવા માંગે છે. સ્પેસએક્સ પ્રોટોટાઇપ રોકેટ 'સ્ટારશિપ' વિકસાવી રહ્યું છે. જેમાં તે ચંદ્ર, મંગળ અને તેનાથી આગળના ગ્રહો પર ક્રૂ અને કાર્ગો લઈ જઈ શકશે.

આ સમાચાર પણ વાંચો : ચીનમાં કોરોનાનો આતંક શાંઘાઈમાં ૫૨ ના મોત.

ટિ્‌વટરને હસ્તગત કરવાના સફળ પ્રયાસ પછી એલન મસ્કે તેમની સફળતાની યાદીમાં વધુ એક સિદ્ધિ ઉમેરી છે. આ અમેરિકન અબજોપતિએ પ્રતિ શેર ૫૪.૨૦ ડોલરના ભાવે ટિ્‌વટર ખરીદવાનો સોદો કર્યો હતો. મસ્ક આ પહેલા પણ આવા ઘણા કામ કરી ચૂક્યા છે જેના કારણે તેમનું નામ દુનિયાભરમાં ચર્ચાનો વિષય બન્યું છે. તેમણે ૨૦૦૩માં સ્થાપેલી ટેસ્લા ઇલેક્ટ્રિક કાર કંપની દ્વારા કાર ઉધોગમાં ક્રાંતિ લાવી દીધી છે અને અવકાશમાં ખાનગી રોકેટ મોકલતી કંપની બનાવી છે. જો કે, તેમના અમુક કામો આદર્શવાદીઓમાં રોષ ફેલાવે છે.
મસ્ક પોતાને ઉદારવાદી અને સ્વતંત્ર ભાષણના સમર્થક કહેવાનું પસંદ કરે છે. જ્યારે કેટલાક લોકો તેમને જમણેરી કહે છે. તેમના ટીકાકારો તેમને નિરંકુશ તરીકે વર્ણવે છે અને તેમના વિરોધીઓને ધમકી આપવાનો આરોપ મૂકે છે. મસ્કે એક મહિના પહેલા જ ટેક્સાસમાં ટેસ્લાની ‘ગીગાફેક્ટરી' ખોલી છે. કોવિડ-૧૯ના ફેલાવાને રોકવા માટે ટેસ્લાના પ્લાન્ટને બંધ કરવાને લઈને કેલિફોર્નિયાના અધિકારીઓ સાથે તેમનો વિવાદ થયો હતો. આ પછી મસ્કે કેલિફોર્નિયામાંથી પોતાની ફેક્ટરીને હટાવવાનો ર્નિણય કર્યો. મસ્કના ખાતામાં ઘણું બધું નોંધાયેલું છે. તેમની સ્પેસ કંપની સ્પેસએક્સ તાજેતરમાં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પહેલું અને સંપૂર્ણપણે ખાનગી મિશન મોકલવામાં સફળ થઈ છે. પરંતુ મસ્કનો વિવાદો સાથે પણ જૂનો સંબંધ છે. તેમની કાર કંપની ટેસ્લાએ ઘણા મુકદ્દમાનો સામનો કર્યો છે. જેમાં અશ્વેત કર્મચારીઓ સામેના ભેદભાવથી લઈને જાતીય સતામણી સુધીના આરોપોનો સમાવેશ થાય છે. આ સિવાય તેમની બિઝનેસ મેથડ અને પર્સનલ લાઈફને લગતા વિવાદો પણ સતત હેડલાઈન્સ બની રહ્યા છે. તેઓએ ત્રણ વખત લગ્ન કર્યા છે અને છૂટાછેડા લીધા છે. તેમને સાત બાળકો છે. એક રીતે જોઈએ તો ઈલોન મસ્ક આ સમયના સૌથી વધુ ચર્ચિત લોકોમાંના એક બની ગયા છે. મસ્ક આજે જે ઊંચાઈએ પહોંચ્યા છે, તેમની સફર અવરોધોથી ભરેલી રહી છે. તેમ છતાં મસ્કે દરેક અવરોધનો સફળતાપૂર્વક સામનો કર્યો છે.

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More