News Continuous Bureau | Mumbai
WHO Report: દેશમાં દારૂના સેવનના કારણે દર વર્ષે 26 લાખથી વધુ લોકોના મોત થાય છે. વિશ્વભરમાં લગભગ 40 કરોડ લોકો ( alcohol ) દારૂ અને માદક પદાર્થોથી થતા રોગોથી પીડિત છે. આ વિશ્વમાં કુલ મૃત્યુના 4.7 ટકા છે. એટલે કે દર 20માંથી એક મૃત્યુ માટે દારૂ જવાબદાર છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ( WHO ) ના ગ્લોબલ સ્ટેટસ રિપોર્ટ ઓન આલ્કોહોલ એન્ડ હેલ્થ એન્ડ ટ્રીટમેન્ટ ઓફ સબસ્ટન્સ યુઝ ડિસઓર્ડરમાં આ માહિતી સામે આવી છે.
રિપોર્ટ અનુસાર, જો આમાં ડ્રગ્સના ( Drugs ) કારણે થતા મૃત્યુને પણ ઉમેરવામાં આવે તો આ સંખ્યા 30 લાખથી વધુ છે. ભારતમાં આ સ્થિતિ વધુ ખરાબ છે. અહીં એક લાખ મૃત્યુમાંથી ( Deaths ) 38.5 ટકા મૃત્યુ દારૂના કારણે થયા છે. આ સંખ્યા ચીન કરતા બમણી છે. ચીનમાં પ્રતિ 1 લાખ દારૂના કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 16.1 ટકા છે.
WHO Report: દારુના વધુ પડતા સેવનથી કેન્સર અને હૃદય રોગ સહિત અનેક પ્રકારની સમસ્યાઓ સર્જાય છે. …
દારુના વધુ પડતા સેવનથી ( alcohol consumption ) કેન્સર અને હૃદય રોગ સહિત અનેક પ્રકારની સમસ્યાઓ સર્જાય છે. જેમાં લીવર સંબંધિત બીમારીઓથી લઈને કેન્સર સુધીની દરેક બાબતોનો સમાવેશ થાય છે. રિપોર્ટમાં એ પણ પુષ્ટિ કરવામાં આવી છે કે 2019માં દારુના સેવનના કારણે થયેલા 26 લાખ મૃત્યુમાંથી 16 લાખ કેન્સર જેવા બિન-ચેપી રોગોના કારણે 4,01,000 અને 4,74,000 હૃદય રોગના કારણે મૃત્યુ થયા હતા.
-આ સિવાય 7,24,000 મૃત્યુ અકસ્માતોને કારણે થયા હતા અને ત્રણ લાખ મૃત્યુ ચેપી રોગોના કારણે થયા હતા.
આમાં 20 થી 39 વર્ષની વયના યુવાનો ( Youth ) દારૂ અને ડ્રગ્સનો સૌથી વધુ શિકાર બની રહ્યા છે. દારૂ પીડીત 13 ટકા આ વય જૂથના લોકો જ છે. આરોગ્ય સંસ્થાએ પણ પુષ્ટિ કરી છે કે 2019 માં યુરોપ અને આફ્રિકન પ્રદેશોમાં સૌથી આ વય જુથના વધુ મૃત્યુ નોંધાયા છે. યુરોપમાં પ્રતિ લાખ લોકો દારૂના કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 52.9 અને આફ્રિકામાં 52.2 રહી હતી.
આ સમાચાર પણ વાંચો : Feng Shui Tips: ફેઈ શુઈ અનુસાર સૂતી વખતે પથારીમાં રાખો થોડી ખાલી જગ્યા, સકારાત્મક ઉર્જાનું વધશે પ્રમાણ.. જાણો વિગતે..
WHO Report: ભારતમાં 15 વર્ષ અને તેથી વધુ ઉંમરના 31.2 ટકા લોકો દારૂના વ્યસની છે …..
-યુરોપને બાદ કરતાં, દારુ સંબંધિત મૃત્યુદર સંવેદનશીલ દેશોમાં સૌથી વધુ છે. જ્યારે ઉચ્ચ આવક ધરાવતા દેશોમાં આ દર સૌથી ઓછો હતો.
ભારતમાં 15 વર્ષ અને તેથી વધુ ઉંમરના 31.2 ટકા લોકો દારૂના વ્યસની છે . આમાંથી 3.8 ટકા એવા લોકો છે કે જેઓ ગંભીર રીતે વ્યસની છે અને દરરોજ મોટી માત્રામાં દારૂનું સેવન કરે છે, જ્યારે 12.3 ટકા એવા છે જેઓ ક્યારેક-ક્યારેક વધારે દારૂનું સેવન કરે છે. ભારતમાં, 15 વર્ષ અને તેથી વધુ ઉંમરના લગભગ 41 ટકા પુરુષો દારૂનું સેવન કરે છે. જ્યારે સ્ત્રીઓમાં આ સંખ્યા 20.8 ટકા છે.
આ સ્વાસ્થ્યની ચિંતાઓને ધ્યાનમાં રાખીને, વિશ્વ આરોગ્ય સંસ્થાએ તેના નવા અહેવાલમાં દારુ અને ડ્રગ્સનું સેવન ઘટાડવા તથા આવી નશીલી દવાઓના સેવનથી ઉદ્ભવતા વિકારોની સારવાર પર ભાર મૂક્યો છે. ટોચની આરોગ્ય એજન્સીનું કહેવું છે કે ઘણા દેશોએ દારુના માર્કેટિંગ પર કેટલાક નિયંત્રણો લાદ્યા છે. પરંતુ તે ઘણા નબળા છે. વિશ્વના મોટાભાગના દેશોમાં ઈન્ટરનેટ કે સોશિયલ મીડિયા માટે કોઈ નિયમો નથી.
આ સમાચાર પણ વાંચો : Ind vs Eng Semi Final : એક દાયકા બાદ ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચી, ભારતે અંગ્રેજોને ઘરભેગા કર્યા, હવે શનિવારે થશે ખરાખરીનો ખેલ