News Continuous Bureau | Mumbai
Israel war : ઇઝરાયલ પોતાના અસ્તિત્વ માટે સતત જજુમી રહ્યું છે અને આની સાથે જ તેમણે દેશનો વિકાસ પણ કર્યો છે. હવે ( Hamas ) હમાસ દ્વારા એક યુદ્ધ ઠોકી બેસાડવામાં આવ્યું છે.
અત્યારે યુદ્ધ શા માટે
ઇઝરાયેલ ના આરબ દેશો ( Arab countries ) તેમજ આફ્રિકાના મુસ્લિમ દેશો ( African Muslim countries ) સાથે સંબંધ સુધરી રહ્યા છે. અનેક આરબ દેશોમાં ઇઝરાયેલનું દુતાવાસ ( Israeli Embassy ) પણ શરૂ થયું છે. આવા સમયે જે આતંકવાદી સંગઠનને ( terrorist organization ) આરબ રાષ્ટ્ર તરફથી મદદ મળી રહી હતી તે મદદ આગામી દિવસોમાં બંધ થવાની છે. આ આખી પરિસ્થિતિ બદલાઈ જાય તેનાથી પહેલા જ હમાસે યુદ્ધ કરવાનું નક્કી કર્યું.
આ સમાચાર પણ વાંચો : Indian Air Force Day: ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફે 92મા ભારતીય વાયુસેના દિવસ પર હવાઈ યોદ્ધાઓ, નિવૃત્ત સૈનિકો અને તેમના પરિવારોને શુભેચ્છાઓ પાઠવી
ઇઝરાયેલના સંબંધ કોની સાથે સુધાર્યા.
ગત અમુક વર્ષોમાં ઇઝરાયલે તમામ આરબ રાષ્ટ્રનો તેમજ આફ્રિકાના મુસ્લિમ દેશો સાથે સંબંધ સુધાર્યા છે. અનેક દેશોમાં દૂતાવાસ શરૂ થયું છે તેમજ અનેક દેશોમાં દૂતાવાસ શરૂ થવાનું છે. આ પરિસ્થિતિમાં ગાઝા પટ્ટીમાં તેમજ ઝેરૂસલેમાં સત્તાવાર રીતે અધિકાર કોનો તે સંદર્ભે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે લડાઈ ચાલી રહી છે. હવે ઇઝરાયેલ આખેઆખું ગાઝા પટ્ટી ખાલી કરાવવા માંગે છે. ત્યારે વર્ષોથી અરબ રાષ્ટ્રના શસ્ત્રો સાથે તેમજ આતંકવાદની ધુનકી સાથે નાનાથી મોટા થઈને ઉછરેલા અલ્લડ, અણગડ, જંગલી અને ધુની મિજાજના યુવાઓ મેદાનમાં આવ્યા છે. તેમણે સૌથી પહેલો શિકાર સ્ત્રી અને બાળકોને બનાવ્યા છે.